બાવળા રેલવે સ્ટેશન પર 20 નવેમ્બરથી વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન રહેશે ઊભી
- રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે ખુશીના સમાચાર
- બાવળા સ્ટેશન પર વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટનું થશે સ્ટોપેજ
- આ રુટ પર મુસાફરી કરતાં લોકો માટે અવર-જવર કરવી બનશે સરળ
અમદાવાદ : રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે ખુશીના સમાચાર જાણવા મળ્યા છે. જેમાં પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના બાવળા સ્ટેશન પર ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ તારીખ 20 નવેમ્બર, 2023 અને સોમવાથી શરૂ થશે તેમ રેલવે મંત્રાલય દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે રેલવેના મુસાફરો માટે આ રુટ પર અવર-જવર કરવી સરળ બનશે.
ભાવનગર ડિવિઝનની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, વેરાવળથી બનારસ સુધી દોડતી ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો બાવળા રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે 11.28 અથવા 11.29 કલાકનો રહેશે. તે જ રીતે, બનારસથી વેરાવળ જતી ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો બાવલા રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે 10.55 અથવા 10.56 કલાકનો રહેશે.
વેરાવળથી ચાલતી ટ્રેન 20 નવેમ્બર 2023થી દર સોમવારે બાવળા રેલવે સ્ટેશન પર ઊભી રહેશે અને બીજી બાજુ બનારસથી ચાલતી ટ્રેન 23 નવેમ્બર 2023થી દર ગુરુવારે બાવળા રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. જેથી આ રુટ પર મુસાફરી કરતાં લોકો માટે અવર-જવર કરવી ખૂબ જ સરળ બનશે અને ખૂબ જ સરળતા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકશે.
આ પણ જુઓ :વડાપ્રધાન મોદી આવતીકાલે રાજસ્થાનથી સીધા જ અમદાવાદ આવશે, સાંજે મેચ જોવા જશે