આજે શુક્ર થશે અસ્તઃ આ રાશિના લોકોને તેની શુભ અસર
- જે લોકોની કુંડળીમાં શુક્ર નબળી અવસ્થામાં હોય તેમણે ખરાબ સમયનો સામનો કરવો પડે છે
- વક્રી અવસ્થામાં શુક્ર અસ્ત થવાથી તેના અશુભ પ્રભાવ નહીંવત થઇ જશે
- કેટલીક રાશિઓ માટે આ દરમિયાન અત્યંત શુભ યોગ બની રહ્યા છે
શુક્ર 3 ઓગસ્ટે સિંહ રાશિમાં અસ્ત થશે. શુક્ર હાલમાં વક્રી અવસ્થામાં છે. જ્યોતિષના સિદ્ધાંતો અને ગણનાઓ અનુસાર કોઇ પણ ગ્રહ જ્યારે વક્રી ગતિથી ચાલે છે તો તેના અશુભ પ્રભાવ વધી જાય છે. જે લોકોની કુંડળીમાં તે કમજોર અવસ્થામાં હોય છે, તેમણે ખરાબ સમયનો સામનો કરવો પડે છે, જોકે વક્રી અવસ્થામાં શુક્ર અસ્ત થવાથી તેના અશુભ પ્રભાવ નહીંવત થઇ જશે. આ સાથે કેટલીક રાશિઓ માટે આ દરમિયાન અત્યંત શુભ યોગ બની રહ્યા છે. તેમને ધન દોલત મળવાની સાથે સાથે તેમના પારિવારિક જીવનમાં આનંદની પ્રાપ્તિ થશે. આવો જાણીએ કઇ છે એ લકી રાશિઓ
વૃષભ રાશિ
શુક્રના અસ્ત થવાથી વૃષભ રાશિના લોકોના જીવનમાં અશુભ પ્રભાવ ઓછા થઇને શુભ પ્રભાવ વધશે. તમારા જીવનમાં પ્રેમ અને આકર્ષણ વધવાની સાથે પૈસાની તંગી પણ સમાપ્ત થશે. તમારુ પારિવારિક જીવન પણ ખુશનુમા રહેશે. કરિયરમાં પણ સારા અવસર આવશે.
કર્ક રાશિ
શુક્રના અસ્ત થવાથી તમારા જીવનમાંથી અનેક સમસ્યાઓ દુર થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારો આત્મવિશ્વાસ વધશે. જુના રોકાણોથી તમને લાભ થશે. તમને રોકાયેલુ જુનુ ધન મળશે અને તમારી યોજનાઓ સફળ રહેશે. ઓફિસમાં સહયોગીઓ સાથે તમારા સંબંધ પહેલા કરતા બહેતર થશે. માતાના સ્વાસ્થ્યને લઇને તમારે પરેશાન થવુ પડે તેવુ બને. પારિવારિક બાબતોમાં સમય આપવો પડશે.
સિંહ રાશિ
શુક્રના વક્રી અવસ્થામાં અસ્ત થવાથી સિંહ રાશિના લોકો પર શુક્રના અશુભ પ્રભાવ ઘટશે. તમારી પ્રોફેશનલ લાઇફમાં સુધારો આવશે. આ અવસ્થામાં તમારા ખર્ચાઓ વધવાની સાથે તમારા કમાણી પણ વધી શકે છે. ભાઇ-બહેનો સાથે તમારા સંબંધો વધુ સારા થશે. તમે કોઇ કોમ્પિટિશનમાં ભાગ લેશો તો સફળ થઇને જ પરત ફરશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
વૃશ્વિક રાશિ
વૃશ્વિક રાશિના લોકોના જીવનમાં શુક્રના અસ્ત થવાથી શુભ પ્રભાવ વધશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી ભૌતિક સુવિધાઓ પણ વધશે. પ્રેમ અને આકર્ષણ તરફ તમે એક ડગલું આગળ વધશો. જે લોકો સિંગલ છે તેને કોઇ સારો પાર્ટનર મળી શકે છે. ખર્ચા પર નિયંત્રણ રહેતા તમે ધનની બચત કરી શકશો. તમારે ખૂબ ભાગદોડ કરવી પડશે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે શુક્રનુ વક્રી અવસ્થામાં અસ્ત થવુ તમારા જીવનમાં પરેશાનીઓ ઘટાડવાનું છે. પાર્ટનર સાથેના તમારા સંબંધોમાં પરેશાની વધી શકે છે. વૈવાહિક જીવનમાં અશાંતિ વધી શકે છે. નોકરિયાત વર્ગે થોડી સાવધાની રાખવી.
આ પણ વાંચોઃ ઓગસ્ટમાં ચાર ગ્રહોનું રાશિ પરિવર્તનઃ પાંચ રાશિઓને કરિયરમાં થશે લાભ