ધનમાંથી નીકળીને મકર રાશિમાં જશે શુક્ર દેવઃ આ બે રાશિઓની મુશ્કેલીઓ વધશે, જાણો કોને લાભ?


ડિસેમ્બરમાં શુક્ર દેવ ધન રાશિમાંથી નીકળીને મકરમાં પ્રવેશ કરશે. શુક્ર દેવના આ ગોચરથી ઘણી રાશિઓને ફાયદો અને ઘણી રાશિઓના જાતકોને નુકશાન થઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર દેવ પાંચ ડિસેમ્બરે ધન રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 29 ડિસેમ્બરે ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ આ ગોચરથી કઇ રાશિના જાતકોને આર્થિક લાભ થશે અને કઇ રાશિના જાતકોને ધન હાનિ થઇ શકે છે.
મેષ રાશિ
શુક્ર દેવના મકર રાશિમાં ગોચરથી આ રાશિના જાતકોને આર્થિક લાભ થઇ શકે છે. આ રાશિના લોકો વ્યવસાયિક જીવનમાં સારા પૈસા કમાઇ શકે છે. કામ દરમિયાન કરાતી યાત્રાઓથી પણ તમને લાભ થઇ શકે છે. વ્યવસાય માટે પણ આ સારો સમય છે. તમારુ આરોગ્ય પણ સારુ રહી શકે છે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર દેવ ગોચરના સમયથી આઠમાં ભાવમાં રહેશે. કરિયરમાં કઠિનતાઓનો સામનો કરવો પડી શકે છે. મકર રાશિમાં શુક્ર દેવના ગોચરથી તમારા ખર્ચાઓ વધી શકે છે. આર્થિક સમય પણ વિપરિત હોઇ શકે છે. કાર્યસ્થળ પર પણ સમય તમારા પક્ષમાં નહીં હોય. વધુ કામનુ દબાણ પણ આવી શકે છે. માનસિક તણાવનો સામનો પણ કરવો પડી શકે છે.
કર્ક રાશિ
ગોચરના સમયે શુક્ર દેવ આ રાશિના જાતકોની કુંડળીમાં સાતમાં ભાવમાં બિરાજમાન રહેશે. આ ગોચરથી તમારો પ્રતિકુળ સમય આવી શકે છે. કરિયર, બિઝનેસ અને નોકરીમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે. આવા સંજોગોમાં તમારા આરોગ્ય પ્રત્યે સજાગ રહો.
કન્યા રાશિ
જાતકોની કુંડળીમાં શુક્ર દેવ પાંચમાં ભાવમાં ગોચર કરશે. જાતકોને શુક્ર દેવનો સાથ મળી શકે છે. કરિયરમાં સારા પરિણામો મળી શકે છે. આ દરમિયાન નવો વ્યવસાય શરૂ કરવો લાભદાયક હશે.
આ પણ વાંચોઃ કેજરીવાલે ગુજરાત ચૂંટણીમાં ઈટાલિયા, ઈશુદાન ગઢવી અને અલ્પેશને લઈને લખી આ મોટી ભવિષ્યવાણી, જુઓ વીડિયો