ધન-વૈભવના દાતા શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, 3 રાશિઓને લોટરી


- હાલમાં શુક્ર કન્યા રાશિમાં સ્થિત છે અને 18 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તે કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે
HD ન્યુઝ ડેસ્કઃ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલે છે. રાશિઓના પરિવર્તનથી પૃથ્વી પર રહેલા તમામ લોકો પર કંઈક ને કંઈક પ્રભાવ ચોક્કસ પડે છે. ઉલ્લેખનીય છે કે ધન, સુખ, સુવિધા અને ઐશ્વર્ય માટે જાણીતા ગ્રહ શુક્ર સમયાંતરે પોતાની રાશિ બદલે છે. હાલમાં શુક્ર કન્યા રાશિમાં સ્થિત છે અને 18 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તે કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના તુલા રાશિમાં પ્રવેશને કારણે કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ મળશે. જાણો કઈ રાશિઓની લોટરી લાગશે.
તુલા (ર,ત)
તુલા રાશિના જાતકોને શુક્રના રાશિ પરિવર્તનને કારણે વેપારમાં લાભ થશે. શુક્ર ગોચર દરમિયાન આર્થિક ક્ષેત્રે લાભના સંકેત મળી રહ્યા છે. જે લોકો નોકરીની શોધમાં અહીં-ત્યાં ભટકતા હોય છે તેઓને ખૂબ જ જલ્દી સફળતા મળશે. તમને કોઈ મોટા અધિકારીનો સહયોગ મળશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. જે લોકો વિવાહિત જીવન જીવી રહ્યા છે તેમના જીવનમાં ખુશીઓ આવશે. તેમજ ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.
મકર (ખ,જ)
તુલા રાશિમાં શુક્રનું ગોચર મકર રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. વેપારીઓને બહુ જલ્દી બમણા લાભના સંકેત મળી શકે છે. વેપાર સંબંધિત કોઈ મોટા વેપારી સાથે મુલાકાત થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. બિઝનેસમાં પિતાનો સહયોગ મળશે. સાથે જ, તમે તમારા પિતાની મદદથી કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમને નવા કાર્યમાં જલ્દી જ સફળતા મળી શકે છે.
કુંભ (ગ,સ,શ,ષ)
કુંભ રાશિના લોકો માટે શુક્ર રાશિમાં પરિવર્તન કોઈ વરદાનથી કમ નથી. કુંભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. સાથે ધનનો વિસ્તાર થશે. ભૌતિક સુખ-સુવિધાઓ વધી શકે છે. પરિવાર સાથે લાંબી યાત્રા પર જઈ શકો છો. તમને બધી સમસ્યાઓમાંથી પણ રાહત મળશે. કાર્યસ્થળે તમને તમારા વરિષ્ઠનો સહયોગ મળશે. આવકમાં પણ વધારો થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ આ સ્થાનો પર પિતૃ કર્મ કરવાથી પૂર્વજોને મળે છે મોક્ષ, શું છે કારણ?