શુક્ર કર્ક રાશિમાં વક્રીઃ કેટલીક રાશિઓ માટે લાભદાયી નીવડશે, ધનલાભ થશે
- શુક્ર 23 જુલાઇના રોજ વક્રી થશે, તે 7 ઓગસ્ટ સુધી રહેશે
- શુક્રની વક્રી ચાલ અનેક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે
- વૃષભ રાશિના જાતકોને અનુકુળ પરિણામો પ્રાપ્ત થશે
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું વિશેષ મહત્ત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઇ પણ ગ્રહ ગોચર, વક્રી કે માર્ગી ગતિ કરે છે તો તેનો શુભ કે અશુભ પ્રભાવ તમામ રાશિઓની વ્યક્તિઓના જીવનમાં જોવા મળે છે. હવે 23 જુલાઇના રોજ શુક્ર કર્ક રાશિમાં વક્રી થવા જઇ રહ્યો છે. તે 7 ઓગસ્ટ સુધી વક્રી ચાલ ચાલશે. શુક્રની વક્રી ચાલ અનેક રાશિના જાતકો માટે લાભદાયી સિદ્ધ થશે.
જાણો કઇ રાશિઓને શુક્રની વક્રી ચાલ લાભ કરાવશે
વૃષભ
વૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિના જાતકોને શુક્ર વક્રી થવા દરમિયાન અનુકુળ પરિણામ પ્રાપ્ત થશે. તે તેમના માટે ખુદને સાબિત કરવાનો સારો મોકો છે. તમે તમારી કરિયરમાં પ્રગતિ મેળવશો. જીવનમાં સંતુષ્ટિની ભાવનાનો અનુભવ કરશો. વેપારી વર્ગને લાભ થશે. આ દરમિયાન રોમેન્ટિક સંબંધોમાં તાલમેલ રાખવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ રાશિ
વક્રીની અવધિ દરમિયાન શુક્રની કૃપા સિંહ રાશિના જાતકોની કરિયરમાં સફળતા લાવશે. તેમને પ્રોફેશનમાં પોતાના સિનિયર્સનો સાથ મળશે. એટલું જ નહિ, પરંતુ તેમને પોતાની ઉપલબ્ધિઓથી આત્મસંતોષ મળશે. પારિવારિક બંધન મજબૂત રહેશે અને અવિવાહિત લોકો માટે વિવાહની શક્યતાઓ છે. વૈવાહિક સુખનો અનુભવ થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે સારી આવક મેળવવાનો આ બેસ્ટ સમય છે. ભાગ્ય તેમનો સાથ આપશે. વિદેશ યાત્રા માટે નવા અવસર ખુલી શકે છે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે અને તે પોત પોતાના ક્ષેત્રમાં પદ અને સન્માન બંને મેળવશે. સકારાત્મક પરિણામો તેમની રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને નાણાંકીય સ્થિરતાની બાબતમાં
મકર રાશિ
કર્ક રાશિમાં શુક્રની વક્રી ચાલ મકર રાશિના જાતકો માટે શુભ ફળદાયી સાબિત થશે. તે ધ્યાન રાખવુ મહત્ત્વનું છે કે શુક્ર આ દરમિયાન સાતમાં ઘરમાં સ્થિર થશે, જે નાણાંકીય લાભ માટે અનુકુળ પરિસ્થિતિનો સંકેત આપે છે. વ્યક્તિઓના જીવનમાં સંતુષ્ટિનો અનુભવ થશે અને તેઓ પોતાના કરિયર સંબંધિત સકારાત્મક પરિણામોની આશા રાખી રહ્યા છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ આ સમયગાળાને શુભ માની શકે છે. વાત જ્યારે શેરબજારમાં રોકાણની હોય ત્યારે ખાસ. જોકે કોઇ પણ નાણાંકીય નિર્ણય લેતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી સારી.
આ પણ વાંચોઃ અધિક માસમાં માંગલિક કાર્યો નહીં, પરંતુ ધાર્મિક કાર્યો થઇ શકશે