શુક્ર-બુધના લક્ષ્મી નારાયણ રાજયોગથી 3 રાશિઓ રહેશે માલામાલ
- સિંહ રાશિમાં બુધ અને શુક્રની યુતિ બનવાથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ યુતિથી બની રહેલા લક્ષ્મી નારાયણ રાજયોગથી કઈ રાશિના લોકોની કિસ્મત ચમકશે?
HD ન્યુઝ ડેસ્કઃ સિંહ રાશિમાં શુક્ર અને બુધની યુતિ બનવા જઈ રહી છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે. 31 જુલાઈના દિવસે સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ થશે, જ્યાં પહેલેથી જ બુધ ગ્રહ વિરાજમાન છે. સૂર્યની રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આવા સંજોગોમાં સિંહ રાશિમાં બુધ અને શુક્રની યુતિ બનવાથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જાણો બુધ અને શુક્રની યુતિથી સિંહ રાશિમાં બની રહેલો લક્ષ્મી નારાયણ રાજયોગથી કઈ રાશિના લોકોની કિસ્મત ચમકશે?
મેષ રાશિ (અ.લ.ઈ.)
મેષ રાશિના કેટલાક લોકોને બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ ધનવાન બનાવી શકે છે. ઉદ્યોગપતિઓ માટે આ સારો સમય માનવામાં આવે છે. ધનનું આગમન થશે અને દેવામાંથી મુક્તિ મળશે. ફેમિલી સાથે ફરવાનો પ્લાન પણ બની શકે છે. આ સમય રોકાણ માટે શુભ માનવામાં આવે છે.
સિંહ રાશિ (મ.ટ.)
બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ સિંહ રાશિના લોકો માટે લાભકારી રહેશે. વેપારની સ્થિતિ પણ સારી રહેશે. આર્થિક પરિસ્થિતિ પહેલાની સરખામણીમાં સુધરશે. આરોગ્ય પ્રત્યે સાવધ રહેજો. પૂજા-પાઠમાં મન લગાવવું યોગ્ય રહેશે.
તુલા રાશિ (ર.ત.)
તુલા રાશિના લોકો માટે બુધ અને શુક્રની યુતિથઈ બનેલો લક્ષ્મી નારાયણ યોગ લાભદાયક માનવામાં આવે છે. ગ્રહોના શુભ પ્રભાવથી વેપારીઓને નફો થવાની શક્યતાઓ છે. જીવનમાં આવી રહેલી તકલીફો ધીમે ધીમે દૂર થશે. પરિવારમાં ખુશહાલી આવશે. ખુદને તણાવ મુક્ત અને ખુશ રાખવા માટે પ્રકૃતિમાં સમય વિતાવો અને આરોગ્યનું ધ્યાન રાખો.
આ પણ વાંચોઃ ઓગસ્ટ મહિનામાં સૂર્યનું મહાગોચર, સોનાની જેમ ચમકશે આ રાશિની કિસ્મત