કાલથી શુક્રનો કર્કમાં પ્રવેશ : શું થશે દરેક રાશિ ઉપર અસર
સુખ-સમૃદ્ધિ, સૌંદર્ય, આકર્ષણ, પ્રેમ, વૈવાહિક સુખનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર, 7 ઓગસ્ટ 2022થી ચંદ્ર રાશિ કર્ક રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. ચંદ્ર જળ તત્વ છે અને તેમાં શુક્રની હાજરી પૈસાને લઈને લોકોની માનસિક સ્થિતિ બગાડી શકે છે. આ સંક્રમણ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે અને અન્ય લોકો માટે નુકસાનકારક બની શકે છે. શુક્ર 31 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે. ચાલો જાણીએ કે કઈ રાશિ પર શું અસર થશે.
મેષથી કર્ક રાશિ
મેષ: શુક્રનુ ગોચર ચોથા ભાવમાં રહેશે. ધનલાભ, માતા તરફથી લાભ, મિલકતની પ્રાપ્તિ, જીવનસાથી તરફથી કષ્ટ.
વૃષભ: ભાઈ-બહેનો સાથે સારા સંબંધો રહેશે. આર્થિક લાભ થશે. શત્રુઓનો પરાજય થશે. પૈતૃક સંપત્તિના કામોનુ સમાધાન થશે.
મિથુન: ધનલાભની સંભાવના, વાણીનો પ્રભાવ વધશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, શારીરિક કષ્ટોથી મુક્તિ, તીર્થયાત્રા થશે.
કર્ક: પૈસા તો રહેશે પણ માનસિક પીડા પણ રહેશે. શારીરિક નબળાઈ, વિવાદ થઈ શકે છે. માનસિક અસ્થિરતા રહેશે.
સિંહથી વૃશ્ચિક
સિંહ: શત્રુઓનો પરાજય થશે. કેસમાં વિજય થશે. પૈસાની પુષ્કળ આવક થશે. ખર્ચમાં ઘટાડો થશે. વિવાહિત જીવન મધુર રહેશે.
કન્યા: આવકના નવા સ્ત્રોત મળશે, પરેશાનીઓ દૂર થશે, દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે, આર્થિક લાભ થશે, જૂના રોકાણથી લાભ થશે.
તુલા: આવકના નવા સ્ત્રોત, કાર્યમાં પરિવર્તન, નોકરીમાં પરિવર્તન, ધનલાભ, સ્વાસ્થ્ય નબળુ રહેશે. વિવાદ થઈ શકે છે.
વૃશ્ચિક: ભાગ્ય તમારો સાથ આપશે, તમે નવા કાર્યની શરૂઆત કરશો, તમને વર્તમાન કાર્યમાં પ્રગતિ મળશે, આર્થિક લાભની શક્યતાઓ રહેશે.
ધનથી મીન
ધન: શારીરિક પરેશાની રહેશે, ભાગ્ય વિપરીત રહેશે, આર્થિક પરેશાની થશે, વાદ-વિવાદ થઈ શકે છે, પૈસાની કમી અનુભવાશે.
મકર: વૈવાહિક સુખ, પ્રેમ સંબંધો બનશે, ધનલાભ થશે, શારીરિક કષ્ટો ઘટશે, જીવનસાથી સાથેના સંબંધો સુધરશે.
કુંભ: સ્વાસ્થ્ય બગડી શકે છે, શત્રુઓ સક્રિય રહેશે, વિવાદોમાં ફસાઈ શકો છો, નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખો.
મીન: નવા પ્રેમ સંબંધો બનશે, જૂના સંબંધો જીવંત રહેશે, પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે, ધનલાભ થશે, શિક્ષણમાં સફળતા મળશે.