કોરોના મહામારી વખતે જીવ બચાવવા માટેનો એક માત્ર ઉપાય ગણાતા વેન્ટીલેટરની સુરત સિવિલ હોસ્પિટલમાં આવી હાલત !
કોરોના મહામારીના સમયે દેશમાં વેલ્ટીલેટર મહત્વપૂર્ણ હથિયાર સાબિત થયું હતું. મહામારી વધતા એક સમયે દેશમાં વેલ્ટીલેટરની ખૂબ અછત સર્જાઈ હતી. ત્યારે આ જ વેલ્ટીલેટર આજે સુરત હોસ્પિટલમાં ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે. ત્યારે વેલ્ટીલેટરની આવી દશા જોઈને સુરત સિવિલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉભા થાય છે . હોસ્પિટલ તંત્રની આ બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને હોસ્પિટલની આ બેદરકારીની લોકો આકરી ટીકા પણ કરી રહ્યા છે.
સુરત સિવિલની બેદરકારીનો પર્દાફાશ
સુરત સિવિલ હોસ્પિટલની ઘોર બેદકારીનો પર્દાફાસ કરતી કેટલીક વિગતો સામે આવી છે. કોરોના મહામારી વખતે આશિર્વાદરુપ ગણાતા વેલ્ટીલેટર સુરત સિવિલ હોસ્પિટમાં ધૂળ ખાતા જોવા મળ્યા છે. PM કેર ફંડમાંથી કરોડોના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતા. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો હતો આ વેન્ટિલેટરની વ્યવસ્થાના અભાવે ધૂળ ખાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
વેલ્ટીલેટર ધૂળ ખાતા જોવા મળ્યા
મહત્વનું છે કે કોરોના કાળ સમયે હજારો દર્દીઓના જીવ બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે 100થી વધુ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ હવે આ વેન્ટિલેટર સફાઈના અભાવે ભંગારની જેમ મૂકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વેન્ટિલેટર સંવેદનશીલ હોવાથી ઉપયોગ વિના મૂકી રાખવાથી જલ્દીથી ખરાબ પણ થઈ જાય છે. તો આ વેન્ટિલેટર જ્યારે પણ ઉપયોગમાં લેવાય ત્યારે દર્દીઓના જીવને જોખમ ઉભુ થઈ શકે છે. સાથે જ શોર્ટ સર્કિટની પણ સંભાવના રહેલી છે. ત્યારે વેન્ટિલેટર જેવા મહત્વના ઉપકરણો મુદ્દે સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવતા હવે હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.
અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરે દર્દી આવતા ન હોવાનો કર્યો બચાવ
સુરત સિવિલ હોસ્પિટલના સિવિલ અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે હાલ કોરોના નથી અને કોરોનાના પેશન્ટ પણ આવતા નથી જેથી વેન્ટિલેટર ઉપયોગમાં નથી. અને આ વેન્ટિલેટર જાળવણી માટે એક રૂમમાં મુકવામાં આવ્યા છે. અમે સાવધાની રાખીએ જ છીએ.
આ પણ વાંચો : હત્યાના આરોપીની કોર્ટ પરિસરની નજીક 30 સેકન્ડમાં છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા