પૂર્વ ક્રિકેટરનું ચૂંટણી પરિણામને લઈ નિવેદન: સનાતન ધર્મના અનાદરથી નકારાત્મક પરિણામ જ આવે
નવી દિલ્હી, 03 ડિસેમ્બર: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે ચૂંટણી પરિણામોને લઈ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા છે. વેંકટેશે વિપક્ષ પર નિશાન સાધતાં ‘X’ પર લખ્યું કે, સનાતન ધર્મની અવમાનના કરવાથી નકારાત્મક પરિણામો જ આવે છે. તેમણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુમત હાંસલ કરતા ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કહ્યું કે, આ જીત વડા પ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહના અદ્ભુત નેતૃત્વ અને પાયાના સ્તરે પક્ષના કેડર દ્વારા ઉત્કૃષ્ટ કાર્યનું પ્રમાણ છે.
Abusing Sanatana Dharma was bound to have it’s consequences .
Many congratulations to the BJP for a landslide victory. Just another testimony of the amazing leadership of Prime Minister @narendramodi ji & @AmitShah & great work by the party cadre at grassroot levels…— Venkatesh Prasad (@venkateshprasad) December 3, 2023
સનાતનના શ્રાપથી કોંગ્રેસની નૈયા ડૂબી
અગાઉ, કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નબળા પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સનાતનના શ્રાપથી તેની નૈયા ડૂબી છે. સનાતનનો વિરોધ કરતા પાર્ટીની આ દશા થઈ છે. કૃષ્ણમે કહ્યું કે, ભારત લાગણીઓનો દેશ છે. આ દેશે ક્યારેય જાતિ આધારિત રાજનીતિ સ્વીકારી નથી. કોંગ્રેસનું પ્રદર્શન સનાતનનો વિરોધ કરવા માટે અભિશાપ સાબિત થયું છે.
#WATCH | On Congress trailing in MP, Rajasthan and Chhattisgarh, party leader Acharya Pramod Krishnam says, “Opposing Sanatan (Dharma) has sunk the party. This country has never accepted caste-based politics…This is the curse of opposing Sanatan (Dharma).” pic.twitter.com/rertLLlzMS
— ANI (@ANI) December 3, 2023
ઉલ્લેખનીય છે કે, સ્ટાલિને કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને એકતાની વિરુદ્ધ છે અને તે નાબૂદ થવો જોઈએ. બાદમાં ભાજપે કહ્યું હતું કે સનાતન ધર્મ વિરુદ્ધ આ ટિપ્પણી કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ સોનિયા અને રાહુલ ગાંધીની વ્યૂહરચનાનો ભાગ છે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં પાંચ વર્ષ બાદ કમળ ખીલશે, કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ હારના આરે