વેંકટેશ અય્યર ચાલુ મેચમાં થયા ઈજાગ્રસ્ત, ગ્રાઉન્ડ પર જ આવી એમ્બ્યુલન્સ
ભારતીય ટીમમાં સ્થાન બનાવનાર ઓપનિંગ બેટ્સમેન વેંકટેશ અય્યર ચાલુ ગેમમાં ઈજાગ્રસ્ત થયા છે. IPL ના સ્ટાર ખેલાડી એક મેચ દરિયાન તેમની ગરદન ઉપર ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની સ્થિતિ ઉભી થઈ હતી.
કઈ રીતે ઘાયલ થયા વેંકટેશ
વેંકટેશ દુલીપ ટ્રોફીમાં સેનટ્રલ ઝોન તરફથી રમી રહ્યા છે. ટૂર્નામેન્ટમાં એક મેચ દરમિયાન વેસ્ટ ઝોનના મીડિયમ પેસ બોલર ચિંતન ગજાના થ્રોથી વેકટેશને ઈજા થઈ હતી. ચિંતન ગજાનો બોલ વેંકટેશના માથા અને ખભાની વચ્ચે વાગવાથી તે જમીન ઉપર પડી ગયા હતા. તેમના પડવાથી તમામ ખોલાડીઓ તેમની પાસે દોડીને આવ્યા હતા. આ ઈજા એટલી ગંભીર હતી કે મેદાન ઉપર જ એમ્બ્યુલન્સને બોલાવવી પડી હતી.
વેંકેટશ બેટિંગ કરી રહ્યા હતા. તેમણે ગજાની બોલને છક્કો મારીને પોતાનું ખાતું ખોલ્યુ હતું. તેના પછીના બોલ ઉપર વેંકટેશે સીધો શોટ માર્યો હતો. આ વખતે ચિંતન ગજાએ બોલને પકડી લીધો અને ઝડપથી બોલિંગ સાઈડની તરફ સ્ટમ્પ ઉપર થ્રો કર્યો પરંતુ તે વેંકટેશના ગળા ઉપર વાગી ગયો હતો.
આ પણ વાંચો : T20 World Cup: સેમસનને ભારતીય A ટીમની કમાન, પૃથ્વીને પણ તક
મેદાનની વચ્ચોવચ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને સ્ટ્રેચર પણ નીકાળવામાં આવ્યું હતું. જો કે 27 વર્ષના વેંકટેશે જાતે ચાલીને બહાર આવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ વેંકટેશ ફરી બેટિંગ કરવા આવ્યા હતા પરંતુ તે 14 રન જ બનાવી શક્યા હતા. ફિલ્ડિંગ દરમિયાન વેંકટેશનના સ્થાને અશોક મનેરિયાને મૂકવામાં આવ્યા હતા.