ટ્રેન્ડિંગધર્મવર્લ્ડવીડિયો સ્ટોરી

મક્કામાં કાબા સામે બુરખો પહેરેલી મહિલાએ કર્યો ડાન્સ: વીડિયો વાયરલ, લોકોમાં ગુસ્સો

Text To Speech
  • મુસ્લિમ ધર્મના લોકો મહિલા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા અને કાબામાં ફોન પર પ્રતિબંધ લાદવાની માંગ કરી રહ્યા છે

મક્કા, 10 જૂન: મુસ્લિમો માટે, તેમનું સૌથી પવિત્ર સ્થળ સાઉદી અરેબિયામાં આવેલું મક્કા-મદીના છે. તે આ સ્થાનનું એટલું સન્માન કરે છે કે તે તેનું અપમાન બિલકુલ સહન કરી શકતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને મુસ્લિમ ધર્મના લોકો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. હકીકતમાં,વીડિયોમાં બુરખો પહેરેલી એક મહિલા મક્કામાં કાબાની સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વિવાદાસ્પદ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

 

કાબામાં મહિલાએ બનાવી રીલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો કાબાની સામે ઉભા રહીને દુઆ માંગી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો નમાઝ પણ અદા કરી રહ્યા છે. આ દરમિયાન અહીં એક મહિલાએ બુરખો પહેરીને કાબાની સામે ડાન્સ કરીને રીલ બનાવવાનું શરૂ કર્યું. મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. વીડિયો પર મુસ્લિમ ધર્મના લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ટિપ્પણી કરતી વખતે, લોકો આ મહિલા વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, જો આજે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધીરે ધીરે આ ચલણ વધશે અને ભવિષ્યમાં લોકો મક્કા અને મદીનામાં માત્ર રીલ બનાવવા જ આવશે.

વીડિયો જોયા પછી લોકો ગુસ્સે થઈ ગયા

વીડિયોને @RKSA_en નામના X હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “જેમ જેમ હજ 2024નો સમય નજીક આવી રહ્યો છે, કેટલાક લોકોએ આ મહિનાની પવિત્રતાનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું છે અને આ પવિત્ર દિવસોમાં લાખો મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું શરૂ કર્યું છે, ખાસ કરીને ત્યારે જ્યારે પવિત્ર કાબાની સામે આવું કરવામાં આવ્યું.” આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ માંગ કરી છે કે, કાબામાં ફોનને મંજૂરી ન આપવી જોઈએ.

આ પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાં શ્રધ્ધાળુઓની બસ ઉપર આતંકી હુમલો, 10 ના મૃત્યુ

Back to top button