અમદાવાદમાં રમાનાર IPLની મેચો દરમિયાન કેટલાક રસ્તા પર વાહનો માટે પ્રતિબંધ, જાણો વૈકલ્પિક માર્ગ


- IPL 2025ને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું
- 25 માર્ચથી 18 મે, 2025 સુધીમાં IPLની 7 જેટલી મેચ રમાશે
- ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે
ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25 માર્ચથી 18 મે, 2025 સુધીમાં IPL 2025ની 7 જેટલી મેચ રમાવાની છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક દ્વારા કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
IPL 2025ની 7 અલગ-અલગ મેચ રમાવાની છે
અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની 7 અલગ-અલગ મેચ રમાવાની છે. જેને લઈને શહેર ટ્રાફિક પોલીસે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન વાળો માર્ગ અને વૈકલ્પિક માર્ગની જાણકારી આપવામાં આવી છે.
ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે
અમદાવાદ શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્યમ ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટીમ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેજમ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને કેટલીક ચોંકાવનારી વિગતો મળી