ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: દિલ્હીના વેરહાઉસમાં આગ ફાટી નીકળતાં આશરે 500 વાહનો બળીને ખાક

Text To Speech

નવી દિલ્હી, 29 જાન્યુઆરી:  દિલ્હીના માલખાના વિસ્તારમાં ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યાં આગ લાગી તે વિસ્તાર લગભગ 500 ચોરસ યાર્ડનો છે. અહીં લગભગ 200 ફોર-વ્હીલર અને 250 ટુ-વ્હીલર હતા. આગના કારણે સેંકડો વાહનો બળીને રાખ થઈ ગયા છે. દિલ્હીના વજીરાબાદમાં આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં મોડી રાત્રે આ ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સવારે 4:15 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.’

દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર,  હાલમાં, આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, અને સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એકસાથે 500 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા છે. જેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ અપલોડ કર્યો છે. વાહનો સળગી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

શું છે સમગ્ર મામલો?

દિલ્હી પોલીસને 29 જાન્યુઆરીએ આગની માહિતી મળી હતી. જ્યાં આગ લાગી હતી તે વિસ્તાર PTS વજીરાબાદ, માલખાના કહેવાય છે. 5 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ વજીરાબાદ પોલીસ સ્ટેશનના વેરહાઉસમાં લાગી હતી. આગમાં 250 ટુ-વ્હીલર અને 200 ફોર વ્હીલરને નુકસાન થયું છે. જોકે બાદમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર કર્મીઓને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: મુંબઈમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી, 6 માળ બળીને ખાક

Back to top button