ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુનો ઘટાડો: FADAનો રિપોર્ટ જાહેર

નવી દિલ્હી, 7 ઓકટોબર: ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)એ સપ્ટેમ્બર 2024 દરમિયાન માસિક ધોરણે દેશભરમાં વાહનોના વેચાણ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર 2024માં માસિક ધોરણે વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ વાર્ષિક ધોરણે વેચાણમાં વધારો થયો છે. FADA દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં દેશભરમાં કયા સેગમેન્ટમાં કેટલા વાહનોનું વેચાણ થયું છે તેના વિશે જણાવવામાં આવ્યું છે.

 

કેટલું થયું વેચાણ?

FADA દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશભરમાં વાહનોના કુલ 17,23,330 યુનિટ વેચાયા હતા. જેમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ખાનગી વાહનો, કોમર્શિયલ વાહનો તેમજ ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, ઘટાડા છતાં સૌથી વધુ વેચાણ ટુ-વ્હીલર સેગમેન્ટમાં થયું છે. આ પછી ખાનગી વાહનોનું વેચાણ સૌથી વધુ નોંધાયું છે.

કયા સેગમેન્ટમાં કેટલું વેચાણ?

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, દેશભરમાં ટુ વ્હીલરના 12,04,259 યુનિટ વેચાયા છે. આ પછી ખાનગી વાહનોનું વેચાણ 275,681 યુનિટ રહ્યું. સપ્ટેમ્બર 2024 દરમિયાન થ્રી-વ્હીલર સેગમેન્ટમાં વાહનોના કુલ 106,524 યુનિટ વેચાયા હતા. છેલ્લા મહિનામાં કોમર્શિયલ વાહનોના 74,324 યુનિટ વેચાયા હતા. છેલ્લા મહિનામાં ટ્રેક્ટર સેગમેન્ટમાં 62,542 યુનિટ્સનું વેચાણ થયું છે.

કયા સેગમેન્ટમાં  કેટલો ઘટાડો થયો?

FADAના રિપોર્ટ અનુસાર, માસિક ધોરણે વેચાણમાં 8.89 ટકાથી વધુનો ઘટાડો થયો છે. પરંતુ વાર્ષિક ધોરણે નવ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. માસિક અને વાર્ષિક ધોરણે સૌથી મોટો ઘટાડો પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં થયો છે. માહિતી અનુસાર, આ સેગમેન્ટમાં માસિક ધોરણે 10.80 ટકા અને વાર્ષિક ધોરણે 18.81 ટકાનો ઘટાડો થયો છે.

સપ્ટેમ્બર 2023માં કેટલું વેચાણ

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દેશભરમાં કુલ 18,91,499 વાહનોનું વેચાણ થયું હતું. વર્ષના આધાર પર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 8.89 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે ટુ-વ્હીલર સેગમેન્ટમાં 13,38,237 યુનિટ વેચાયા હતા. પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં 309053 યુનિટ્સ, થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 105478, કોમર્શિયલ સેગમેન્ટમાં 73253 અને ટ્રેક્ટર સેગમેન્ટમાં 65478 યુનિટ્સનું વેચાણ થયું હતું.

આ પણ જૂઓ: Nissan Magniteનું ફેસલિફ્ટ મોડલ થયું લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

Back to top button