ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Fastagમાં વાહન માલિકોને વારંવાર રિચાર્જ કરાવવાથી મળશે છુટકારો, જાણો કેવી રીતે

Text To Speech
  • હવે વાહન માલિકોને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવા માટે જરૂર નહિ રહે
  • ફાસ્ટેગ એ વાહન હાંકતી વખતે ચાલકને ટોલની ચૂકવણી થાય તેવી ડિવાઇસ છે
  • ફાસ્ટેગના વોલેટમાં ઓછું બેલેન્સ હોવાથી બમણો ટોલ ભરવાની સ્થિતિથી મુક્તિ

Fastagમાં વાહન માલિકોને વારંવાર રિચાર્જ કરાવવાથી છુટકારો મળશે. જેમાં દેશમાં માર્ગ પર ફરતાં ફોર વ્હિલર વાહનોમાંથી 97 ટકા વાહનો ફાસ્ટેગ ધરાવે છે ત્યારે હવે વાહન માલિકોને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ નહિ રહે. ઘણી વખત ટોલ નાકા પર કેટલાક વાહન ચાલકોને ફાસ્ટેગના વોલેટમાં ઓછું બેલેન્સ હોવાથી બમણો ટોલ ભરવાની સ્થિતિ જોવા મળે છે તે હવે રિઝર્વ બેંકના આ નિયમથી દૂર થશે.

આ પણ વાંચો: અમદાવાદ: લવ જેહાદ મામલે પકડાયેલા મોહંમદ શાહબાઝે કર્યા ચોંકાવનારા ખુલાસા 

ફાસ્ટેગ એ વાહન હાંકતી વખતે ચાલકને ટોલની ચૂકવણી થાય તેવી ડિવાઇસ છે

ફાસ્ટેગ એ વાહન હાંકતી વખતે ચાલકને ટોલની ચૂકવણી થાય તેવી ડિવાઇસ છે. જેમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન (RFID) ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.જે વાહનચાલકોનો સમય અને ઇંધણનો બચાવ કરે છે. રિઝર્વ બેંકએ તાજેતરમાં ઇ મેન્ડેટના વ્યાપમાં વધારાની જાહેરાત કરી હતી. જે મુજબ રિઝર્વ બેંકે તમામ બેંકો માટે એક નવો નિયમ અમલી બનાવ્યો છે. જે મુજબ કેટલીક સેવાઓ જેવી કે ફાસ્ટેગ અને નેશનલ મોબિલિટી કાર્ડ (NCMC)ના ઓટો રિપ્લેનિશમેન્ટ ( ફરીથી – આપોઆપ ભરવું ) પર કોઇ પ્રી ડેબિટ નોટિફિકેશન જારી નહિં કરે.

હવે વાહન માલિકોને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવા માટે જરૂર નહિ રહે

સાથેસાથે આરબીઆઇએ ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબીલિટી (NCMC)ને ઇ મેન્ડેટમાં પણ સામેલ કર્યા છે. આ ચુકવણી પદ્ધતિમાં વોલેટમાં એમાઉન્ટ (રકમ) નક્કી કરેલી મર્યાદાથી ઓછી થતાં જ વાહન માલિકના ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાંથી આપોઆપ આવી જશે. તેનો મતલબ એ થયો કે, હવે વાહન માલિકોને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવા માટે જરૂર નહિ રહે. ઇ મેન્ડેટ ફ્રેમવર્કને 2019થી અમલી બનાવવામાં આવ્યું છે.

Back to top button