વેજિટેરિયન લોકોમાં રહી જાય છે વિટામીન B12ની કમીઃ જાણો સોર્સ
- શરીરમાં જરૂરી વિટામિન્સ અને મીનરલ્સમાં સૌથી અગત્યનું છે વિટામીન B12
- આ વિટામીન બ્લડ સેલ્સ, નર્વસ સિસ્ટમ અને ડીએનએને હેલ્ધી રાખવાનું કામ કરે છે
- વેજિટેરિયન ખાનારા લોકોને નેચરલી આ વિટામીન બહુ ઓછી માત્રામાં મળે છે.
શરીરને હેલ્ધી રાખવા માટે અનેક વિટામીન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. તેમાંથી એક પણ વિટામીન જો ઘટે તો અલગ અલગ શારીરિક તકલીફો થવા લાગે છે. તમે ખાવા પીવામાં ધ્યાન રાખો તે વધુ જરૂરી છે. શરીરમાં જરૂરી વિટામિન્સ અને મીનરલ્સમાં સૌથી અગત્યનું છે વિટામીન B12.આ વિટામીન બ્લડ સેલ્સ, નર્વસ સિસ્ટમ અને ડીએનએને હેલ્ધી રાખવાનું કામ કરે છે. તેની કમીથી હાથ-પગમાં ઝણઝણાટ અનુભવાવાનું સૌથી પહેલા શરૂ થઇ જાય છે. વિટામીન B12થી ભરપૂર ફુડ્સ ખાવા ખુબ જરૂરી છે.
કોને થાય છે વિટામીન B12ની કમી
મોટાભાગના એ લોકો જે વેજિટેરિયન ફુડ ખાતા હોય છે, તેમને વિટામીન B12ની કમી થાય છે. ગ્રીન પાંદડાવાળા શાકભાજી અને અનાજમાં વિટામીન B12ની માત્રા નહીંવત હોય છે. નોનવેજિટેરિયન ફુડ મીટ અને ઇંડામાં પર્યાપ્ત માત્રામાં B12 હોય છે. જોકે વેજિટેરિયન ખાનારા લોકોને નેચરલી આ વિટામીન બહુ ઓછી માત્રામાં મળે છે. તેમણે ખાણી પીણી પર ખાસ ધ્યાન રાખવુ જોઇએ. જેથી આ વિટામીન ભરપુર માત્રામાં મળી શકે.
આ વેજિટેરિયન ફુડમાંથી મળશે વિટામીન B12
વિટામીન B12ની કમીને દુર કરવા માટે ડાયેટમાં ડેરી પ્રોડક્ટને સામેલ કરવી જરૂરી છે. એક કપ દુધમાં કે એક કપ દહીંમા સારા પ્રમાણમાં વિટામીન B12 હોય છે. દુધ અને દહીં રોજ ખાવાથી આ વિટામીનની કમી દુર કરી શકાય છે. બ્રેકફાસ્ટમાં ફોર્ટિફાઇડ ફુડ્સ જેમકે સીરિયલ્સ ખાઇ શકાય છે. તેમાં તમને ડેઇલી 25 ટકા જેટલુ વિટામીન મળી જાય છે. આ એક સારો સોર્સ છે. એક ખાસ પ્રકારના મશરૂમ શિટેકમાં વિટામીન B12ની માત્રા હોય છે. તે દરેક વ્યક્તિ ખાઇ શકતી નથી. આવા સંજોગોમાં તમે દુધ દહીંને રુટિનમાં સામેલ કરો.
આ પણ વાંચોઃ કન્નડ અભિનેત્રી આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી, રાહુલ ગાંધીએ આ રીતે બચાવ્યો તેનો જીવ !