અમદાવાદબિઝનેસ

શિયાળામાં શાકભાજી સસ્તાઃ ગૃહિણીઓ ખુશ, ખેડુતો રડ્યાં

શિયાળાની સીઝનમાં દરેક ઘરમાં શાક વધુ પ્રમાણમાં ખવાતા હોય છે. શિયાળુ શાક દરેકને ભાવે છે. શિયાળામાં વ્યક્તિનું મેટાબોલિઝમ તેજ હોય છે અને ભુખ પણ વધુ લાગે છે. શિયાળામાં ભાજીપાઉં, ઉંધિયુ, તાવો જેવી શાકભાજીની વાનગીઓની બોલબાલા હોય છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવ ઉંચા હતા. ગૃહિણીઓ મોંઘવારીના મારમાં શાકભાજીની બેવડી કિંમતથી પરેશાન હતી. જોકે હવે શિયાળો આવતા જ ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. શાકભાજીના ભાવમાં અચાનક થયેલા ઘટાડાએ લોકોને વધુ પ્રમાણમાં શાકભાજી ખાવાની પ્રેરણા આપી છે. હવે મધ્યમવર્ગના લોકો પણ ભરપુર શાક ખાઇ શકશે.

શિયાળામાં શાકભાજી સસ્તાઃ ગૃહિણીઓ ખુશ, ખેડુતો રડ્યાં hum dekhenge news

દિવાળીના સમયમાં જે શાકભાજી 20 રૂપિયે 250 ગ્રામ મળતા હતા તે હવે 20થી 30 રૂપિયામાં કિલોના ભાવે મળવા લાગતા ગૃહિણીઓ રાહતનો શ્વાસ લઈ રહી છે. શિયાળાની શરૂઆત થતાં જ લીલા શાકભાજીથી બજાર ઉભરાવા લાગે છે. બીજી તરફ પુષ્કળ ઉત્પાદનના કારણે પાણીના ભાવે શાકભાજી વેચાઈ રહ્યા છે. જેને લઈને ખેડૂતોને માર્કેટ સુધી શાકભાજી લાવવાનો ખર્ચ પણ માથે પડે તેવી હાલત થઈ છે. ગૃહિણીઓ ખુશ છે તેનાથી વિરુદ્ધ ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. તેઓ નાખુશ છે.
શાકભાજીના ભાવમાં સમયાંતરે વધઘટ જોવા મળે છે ત્યારે શહેરમાં હાલમાં શાકભાજી ૪૦થી ૫૦ રૂપિયે કિલો આસપાસ વેચાઇ રહ્યા છે. શિયાળાના સમયમાં ગાજર, શકરીયા, કોળું, પાલક, મેથી, તાંદળજાની ભાજી, ફ્લાવર, કોબી, મુળાની ભાજી, બીટ, લીલી ડુંગળી, લીલું લસણ, લીલી હળદર તથા વટાણા વગેરે જેવા શાકભાજીનું લોકો વધુ પ્રમાણમાં સેવન કરે છે.

શિયાળો એટલે હેલ્થ બનાવી લેવાની સીઝન એવુ કહેવાય છે. કેટલાક લોકો બીટ, ગાજર, પાલક, કોથમીરનો જ્યુસ પણ પીતા હોય છે. આ બધી વસ્તુઓ સસ્તી વેચાતા હેલ્થ કોન્શિયસ લોકો પણ ખુશ થયા છે. આજના સમયમાં દરેક ઋતુમાં દરેક શાકભાજી સરળતાથી મળી રહે છે, પરંતુ ગાજર, બીટ અને પાલક, મેથી તથા અન્ય લીલા શાકભાજીના ભાવ અન્ય ઋતુમાં વધારે હોવાથી લોકો તેને લેવાનું ટાળતા હોય છે. જ્યારે શિયાળામાં તે પાકની પૂરતી આવક હોવાથી ભાવ ઘટે છે, જેથી મધ્યમ વર્ગના લોકો પણ તેને છૂટથી ખરીદી શકે છે.

શાક છુટક બજારમાં ભાવ(રૂ.માં)

બટેટા  20-25
આદુ  80
પાલક 30
મેથી 30
કોબી 25
રિંગણા 40-50
ગાજર 40
બીટ 40
ફ્લાવર 40-50
ગવાર 60
ટામેટા 30
વટાણા 60-70
દૂધી 20-30
લીલી ડુંગળી 40
લીલુ લસણ 50
ઘાણાભાજી 40-50
લીલી હળદર 50

આ પણ વાંચોઃ મોંઘવારીમાં ક્યારે મળશે રાહત? ક્રુડ ઓઇલનો ભાવ 81 ડોલરથી નીચે ગયો

Back to top button