ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: છેલ્લા 3 આકારણી વર્ષમાં રાજકીય ડોનેશન આપી રિટર્નમાં દર્શાવ્યું હોય તો ચોકસાઈ કરી લેજો

Text To Speech
  • 90,000થી વધુ કરદાતાઓએ તેમના રિટર્નમાંથી પોલિટીકલ ડોનેશનનો લાભ જતો કર્યો
  • કરદાતાઓને નોટિસ આપવામાં આવી રહી છે
  • અનિયમિતતા 31મી માર્ચ 2025 સુધીમાં સુધારી લેવા જણાવવામાં આવ્યું

રાજકીય ડોનેશન્સ બતાવીને આવકવેરામાં ખોટી રીતે બાદ લેનારાઓને આવકવેરા ખાતાએ ગુજરાત સહિત દેશભરમાં નોટિસો પાઠવવા માંડી છે. આ કરદાતાઓએ આવકવેરા ધારાની કલમ 80 જીજીસી હેઠળ પોલીટિકલ ડોનેશનની રકમ બાદ લીધી હોવાથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

કરદાતાઓને નોટિસ આપવામાં આવી રહી છે

આ નોટિસમાં કરદાતાના રિટર્નમાં કોઈ અનિયમિતતા રહી ગઈ હોય તો તે અનિયમિતતા 31મી માર્ચ 2025 સુધીમાં સુધારી લેવા જણાવવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ આકારણી વર્ષના રિટર્નમાં પોલિટિકલ ડોનેશન બાદ લીધું હોય તેવા કરદાતાઓને આ નોટિસ આપવામાં આવી છે. કરદાતાઓએ તેમના રિટર્નમાં રૂ.1.50 લાખ, રૂ.5 લાખ, 10 લાખ કે તેનાથી વધુ રકમના પોલિટીકલ ડોનેશન આપીને તે રકમ આવકવેરામાંથી બાદ લીધી છે. તેથી કરદાતાઓને નોટિસ આપવામાં આવી રહી છે.

90,૦૦૦થી વધુ કરદાતાઓએ તેમના રિટર્નમાંથી પોલિટીકલ ડોનેશનનો લાભ જતો કર્યો

મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 90,૦૦૦થી વધુ કરદાતાઓએ તેમના રિટર્નમાંથી પોલિટીકલ ડોનેશનનો લાભ જતો કરીને તેના પર ભરવાપાત્ર વેરો જમા કરાવી દીધો છે. આ રીતે તેમણે અંદાજે રૂ. 1075 કરોડના રાજકીય ડોનેશનો રદ કરાવ્યા છે. આવકવેરા ખાતાની નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે તમે આવકવેરા ધારાની કલમ 80 જીજીસી હેઠળ રાજકીય ડોનેશનની રકમ બાદ લીધી હોય તો તમારું રિટર્ન ચોકસાઈ પૂર્ણ અને કાયદેસરનું છે કે નહિ તેની ચકાસણી કરી લેજો.

આ પણ વાંચો: અમદાવાદ: AMCએ ખુદ નથી ભર્યો 1.15 કરોડનો વેરો, સાત વર્ષનો પ્રોપર્ટી ટેક્સ બાકી

Back to top button