અમદાવાદમાં શાકભાજીના ભાવ વધ્યા, ટામેટાની કિલોની કિંમત જાણી રહેશો દંગ
- ગૃહિણીના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે
- લીલોતરી શાકભાજીની આવક ઓછી થઇ
- કોથમીર રૂ.160 કિલો, સરગવો રૂ.240 કિલો
અમદાવાદમાં શાકભાજીના ભાવ વધ્યા છે. જેમાં ક્યારેક 20 રૂપિયા કિલો મળતા ટામેટા રૂપિયા 100ના કિલો થયા છે.તેમજ લીલા શાકભાજીની આવક ઓછી થતા ભાવોમાં ઉછાળો આવ્યો છે. બટાકા કિલોએ રૂ.15માં મળતા હતા તે હવે કિલોના રૂ.48ના ભાવે વેચાય છે. કઠોળ બાદ શાકભાજીના કમરતોડ ભાવ છતાં અન્ન-નાગરિક પુરવઠા વિભાગ ઊંઘમાં છે.
આ પણ વાંચો: અમદાવાદના અદાણી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ખાનગી કોન્ટ્ર્કટરોની દાદાગીરી વધી
સામાન્ય દિવસોમાં રૂ.20 કિલો મળતા ટામેટા છુટક રૂ.100 કિલો
સામાન્ય દિવસોમાં રૂ.20 કિલો મળતા ટામેટા છુટક રૂ.100 કિલો થયા છે. ચોમાસામાં ટામેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાને લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે. એમાય ટામેટા રૂ.100 કિલો, ગરીબ અને મધ્યમ વર્ગ દરરોજ વપરાશમાં લેવામાં આવતા બટાકા અને ડુંગળીના ભાવોમાં કિલોએ રૂ.48 થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂ.15 કિલો મળી રહ્યા હતા અત્યારે રૂ.48 કિલો મળી રહ્યા છે. આદુ રૂ.260 કિલો, કોથમીર રૂ.160 કિલો, સરગવો રૂ.240 કિલો મળી રહ્યો છે.
ગૃહિણીના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે
લીલા શાકભાજી રૂ.120 થી 160 કિલો મળી રહ્યા છે. એમાંય ટામેટાની આવક ઓછી થતા સેન્ચુરી વટાવી દીધી છે. એટલે કે, સામાન્ય દિવસોમાં રૂ.20 કિલો મળતા ટામેટા છુટક રૂ.100 કિલો મળી રહ્યા છે. લીલા શાકભાજીના ભાવો વધવાને લીધે ગુજરાતી ભાણામાંથી હવે સસ્તા શાક મુકવામાં આવી રહ્યા છે. આમ કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે. જેના લીધે ગૃહિણીના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે.