અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં યોજાનાર વીરાંજલિ કાર્યક્રમ વરસાદના પગલે મોકૂફ, હવે આવતીકાલે યોજાશે

Text To Speech

અમદાવાદ શહેરના આંગણે શહીદોને આગવી શ્રદ્ધાંજલિ આપવા માટે ‘વીરાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અમદાવાદમાં આજે વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. જેના પગલે 23 માર્ચના રોજ રાખવામાં આવેલા વીરાંજલિ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ હવે આગામી 24 માર્ચે  રાત્રે 8 કલાકે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન ખાતે યોજાશે.

વરસાદના કારણે વીરાંજલિ કાર્યક્રમમાં ભંગ પડ્યો હતો. તાવરણમાં આવેલા અચાનક પલટાથી આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી. વતનના વીસરાયેલા વીરોની સ્મરણાંજલી એટલે “વીરાંજલિ”. યુવા પેઢીને દેશના ક્રાંતિકારી વીરોની ભવ્ય જીવનગાથા સાથે અને વિરોને યાદ કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આમ બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ જ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી.

 

Back to top button