ગુજરાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 31748 વિદ્યાર્થીઓને પદવી વિતરણ કરાશે

Text To Speech
  • ડિગ્રી ફી ભર્યાની રસિદની હાર્ડ કોપી ફરજિયાત લાવવાની રહેશે
  • ચાર દિવસ વિદ્યાશાખા પ્રમાણે વિદ્યાર્થીઓને વિતરણનું આયોજન
  • રોજ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી પદવી વિતરણ કરાશે

નર્મદ યુનિવર્સિટીમાં આજે 31748 વિદ્યાર્થીઓને પદવી વિતરણ કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 54મો ખાસ પદવીદાન સમારોહ હાલમાં જ 24 ઓગસ્ટના ગુરુવારે યોજાયો હતો. જેમાં હવે મુખ્ય સમારોહ બાદ 31748 વિદ્યાર્થીઓને સોમવારથી પદવી વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: 5 કરોડથી ઓછી મૂડી ધરાવતા વેપારીઓ માટે રોકડેથી વેપાર કરવો હિતાવહ: મર્કન્ટાઇલ એસોસિયેશન 

28, 29, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી પદવી વિતરણ કરાશે

યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ 28, 29, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી 31748 વિદ્યાર્થીઓને પદવી વિતરણ કરવામાં આવશે. 28 ઓગસ્ટના રોજ વાણિજ્ય વિદ્યાશાખામાં સ્નાતક બીબીએ, અનુસ્નાતક અને વિજ્ઞાન વિદ્યાશાખાની 7404 પદવીનું વિતરણ કરાશે.

આ પણ વાંચો: ધો.10ની વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ કરી વેપારીએ વારંવાર દુષ્કર્મ કર્યુ

ડિગ્રી ફી ભર્યાની રસિદની હાર્ડ કોપી ફરજિયાત લાવવાની રહેશે

29 ઓગસ્ટના રોજ વાણિજ્ય વિદ્યાશાખાની સ્નાતક બીકોમની 9309 પદવીનું વિતરણ થશે. 31 ઓગસ્ટના રોજ આર્કિટેક્, રૂરલ સ્ટડીઝ, મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, મેડિકલ હોમિયોપેથીક, એન્જિનિયરિંગ, લો વિદ્યાશાખાની તમામ પદવી, કોમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખાની તમામ પદવી મળીને 5504 પદવીનું વિતરણ થશે. વિનયન વિદ્યાશાખાના 9533 વિદ્યાર્થીઓને 1 સપ્ટેમ્બરના રોજ પદવી વિતરણ કરાશે. 30 ઓગસ્ટે રક્ષાબંધન હોવાથી વિતરણ કાર્યક્રમ બંધ રહેશે. યુનિવર્સિટી કેમ્પસમાં કન્વેન્શન હોલની બાજુમાં આવેલા ડાઇનિંગ હોલમાં પદવી વિતરણ કામગીરી ચાલશે. રૂબરૂમાં પદવી પ્રમાણપત્ર લેવા ન આવનારા વિદ્યાર્થીઓને પોસ્ટ દ્વારા પ્રમાણપત્ર મોકલી આપવામાં આવશે. પદવી લેવા આવનારા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ડિગ્રી ફી ભર્યાની રસિદની હાર્ડ કોપી ફરજિયાત લાવવાની રહેશે.

Back to top button