વડોદરામાં MS યુનિ.ના VC ફરી વિવાદમાં આવ્યા


વડોદરા MS યુનિ.માં VCનો ઘેરાવો કરવામાં આવ્યો છે. જેમાં ABVPએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. તેમાં વિદ્યાર્થીઓને સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તથા VCને વિજિલન્સની ઓફિસમાં બેસાડવામાં આવ્યા છે. તેમજ સિન્ડિકેટની બેઠકમાં VCને જતા અટકાવાયા છે. જેમાં VCના ઘેરાવા સમયે એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો: 1 એપ્રિલથી સોનીઓ માત્ર HUID માર્ક સાથેના ગોલ્ડના દાગીના જ વેચી શકશે
ત્રણ વાગ્યાની સિન્ડિકેટ બેઠકમાં વાઇસ ચાન્સેલર જઈ શક્યા નહીં
વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને VC પાસે ટાઈમ ન હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે. જેમાં ગયા વર્ષના પદવીદાન માટે રૂ.500 ઉઘરાવ્યા હતા. તેમજ પદવીદાનમાં ફાઈલ કે ખેસ ન આપ્યાનો આક્ષેપ છે. જેમાં અંગત જીવનમાં જ રસ હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. તેમજ વિદ્યાર્થીઓને સાંભળશો નહિં ત્યાં સુધી યુનિવર્સિટી ખાતે ધરણા કરશે. સૂત્રચાર સાથે વીસીનો ઘેરાવો કર્યો હતો. તથા ત્રણ વાગ્યાની સિન્ડિકેટ બેઠકમાં વાઇસ ચાન્સેલર જઈ શક્યા નહીં. તથા વાઈસ ચાન્સેલરને વિજિલન્સની ઓફિસમાં બેસાડવામાં આવ્યા છે.
108 દ્વારા સારવાર અર્થે ખસેડાયો હોસ્પિટલ ખસેડાયો
એમએસ યુનિવર્સિટીમાં વીસીનો ઘેરાવો કરવામાં આવ્યો છે. જેમાં એબીપી દ્વારા વાઈસ ચાન્સેલરનો ઘેરાવો થયો છે. આજે સિન્ડિકેટની બેઠક હોય વાઇસ ચાન્સેલરનો આવતાની સાથે ઘેરાવો કર્યો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે વીસી પાસે ટાઈમ નથી ના આક્ષેપ કર્યા છે. ગયા વર્ષના કોન્વેકશનમાં 500 રૂપિયા ઉઘરાવ્યા હતા તેનો પણ ફાઈલ કે ખેસ આપ્યો નથી. વીસી એક પણ વખત વિદ્યાર્થીઓ સમક્ષ આવ્યા નથી. ઘેરાવા દરમિયાન એબીપીનો એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. જેમાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયો હોસ્પિટલ ખસેડાયો છે.