ટોપ ન્યૂઝનેશનલ

ભગવાનને લઈ JNUના VCએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Text To Speech

દેશમાં ચાલી રહેલા વિવાદાસ્પદ ધાર્મિક નિવેદનો વચ્ચે હવે દેશની રાજધાની સ્થિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)ના વાઈસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડીએ હિન્દુ ભગવાનોના સંદર્ભમાં એવું નિવેદન આપ્યું છે કે જેને લઈને વિવિદ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતાં નિવેદનોના કારણે વિવાદ ઉભા થતા હતા.

શું કહ્યું JNUના વાઈસ ચાન્સેલરે ?

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)ના વાઈસ ચાન્સેલર શાંતિશ્રી ધુલિપુડી પંડિતે સોમવારે હિન્દુ દેવતાઓ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, ‘માનવ-વિજ્ઞાનની દૃષ્ટિએ’ દેવતાઓ ઉચ્ચ જાતિના નથી અને ભગવાન શિવ પણ અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાંથી હોઈ શકે છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં મેઘતાંડવ, 39 જિલ્લામાં એલર્ટ; ક્યાંક NDRF તૈનાત તો ક્યાંક વાયુસેના પાસેથી મંગાઈ મદદ

બાળક જાતિય હિંસાનો ભોગ બન્યો બાદમાં આપ્યું નિવેદન

હકીકતમાં 9 વર્ષનો એક બાળક જ્યારે જાતિય હિંસાનો ભોગ બન્યો ત્યારે JNUના વાઈસ ચાન્સેલરે પોતાનો વિચાર વ્યક્ત કરતા દેવતાઓની જાતિ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, મોટા ભાગના દેવતાઓની ઉત્પત્તિ માનવશાસ્ત્રની રીતે જાણવી જોઈએ. કોઈ ભગવાન બ્રાહ્મણ નથી કે સર્વોચ્ચ ક્ષત્રિય નથી. ભગવાન શિવ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી હોવા જોઈએ. કારણ કે તેઓ સાપ સાથે સ્મશાન ગૃહમાં બેસતા હોય છે અને તેમની પાસે પહેરવા માટે ખૂબ જ ઓછા કપડાં છે. મને નથી લાગતું કે બ્રાહ્મણો સ્મશાનમાં બેસી શકે.

દેવિઓ અંગે પણ નિવેદન આપ્યું

JNUનાં વાઈસ ચાન્સેલરે દેવતાઓ અને દેવીઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, લક્ષ્મી, શક્તિ અથવા તો જગન્નાથ સહિતના દેવતાઓ ‘માનવશાસ્ત્રની દૃષ્ટિએ’ ઉચ્ચ જાતિના નથી. હકીકતમાં જગન્નાથ આદિવાસી મૂળના છે. આપણે હાલમાં પણ આવા ભેદભાવને શા માટે ચાલુ રાખીએ છીએ જે ખૂબ જ અમાનવીય છે. આ ખૂબ જ અગત્યની વાત છે કે, આપણે બાબાસાહેબના વિચારો પર ફરીથી વિચાર કરીએ. આપણી પાસે આધુનિક ભારતનો એવો કોઈ નેતા નથી જે આટલો મહાન વિચારક હોય.

ભગવાનની સાથે-સાથે હિંદુ ધર્મ પર પણ નિવેદન આપતાં તેમણે કહ્યું હતું કે, હિન્દુ કોઈ ધર્મ નથી, તે જીવન જીવવાની રીત છે અને જો તે જીવન જીવવાની રીત છે તો આપણે ટીકાથી કેમ ડરીએ છીએ. ગૌતમ બુદ્ધ આપણા સમાજમાં સહજ, સંરચિત ભેદભાવ અંગે આપણને જગાડનારાઓમાંથી એક હતા.

Back to top button