વાવના ગેનીબેન ઠાકોર વધુ એક વખત ચર્ચામાં…જાણો આ વખતે શું બોલ્યા
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. ગેનીબેન ઠાકોર હંમેશા અનોખા અંદાજમાં જોવા મળે છે. તેમની સ્પષ્ટ બોલવાની આદતથી તેઓ જ્યાં જાય છે ત્યાં છવાઈ જાય છે. તાજેતરમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો બે નાળી બંદૂક વાળો ફોટો પણ સોસિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો હતો. ત્યારે હવે વાવના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી સમાજનાં દિકરા- દીકરીઓને લગ્નમા DJ ન લાવવા અને સાદાયથી લગ્ન કરવાની અપિલ કરી છે.
ગેની બેને DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા કરી વિનંતી
ભાભરના ઈન્દરવા ગામે એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા. જ્યા તેઓએ DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સમાજને ફરી વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, DJ વગર લગ્નના ફેરા ફરવા ના પાડનાર દિકરા- દિકરીઓની જીદ સામે માતા પિતાએ પોતાનાં દિકરા- દિકરીઓને સમજાવવાના પ્રયાસો કરવા પડશે. DJ ના કારણે લગ્ન પ્રસંગ માં મતભેદ ઊભા થાય છે. સાથે સાથે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું છે કે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ!
વડિલોને પણ ચેતવ્યા
લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સમાજના વડીલોને પણ ફરી ગેનીબેન ઠાકોરે અપિલ કરી છે. તેઓએ સમાજના દિકરા- દીકરીઓ DJ નો મોહ રાખ્યા વગર લગ્ન કરવા કહ્યું છે. DJ વગર લગ્ન ન કરનાર સમાજનાં દીકરા દીકરીઓ સામે ગેનીબેન ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. લગ્નના ફેરા ફરવાની ના પાડતા દીકરા – દીકરીઓ સામે માતા-પિતાએ પોતાના દીકરા – દીકરીઓને સમજાવવા જોઈએ તેવી શીખ માં બાપને પણ આપી હતી.
આ પહેલાં પણ ગેનીબેન સમાજ માટે અનેક નિવેદનો આપી ચુક્યા છે
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગેનીબેન કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાની વાત કરી ચૂક્યા છે. તો સ્વરક્ષા માટે મહિલાઓને હથિયાર રાખવાની મંજૂરી આપવાની પણ વાત કરી ચૂક્યા છે. ગેનીબેને દીકરીઓને મોબાઈલ ન આપવા અંગે જણાવ્યુ કે મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. જેથી સમાજ-સુધારણા માટે માતા-પિતાએ તેમની કુંવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધનું પાલનુ કરાવવુ જોઈએ.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા સંસદ ભવનના લોકાર્પણનો વિરોધ કરી રહેલા વિપક્ષોની કરી આકરી નિંદા, જાણો શું કહ્યું