વાસ્તુ વિજ્ઞાન આને માને છે ભયંકર દોષઃ જાણો તમારા ઘરમાં તો નથી ને?
- ભગવાનની મોટી પ્રતિમાં ઘરમાં ન રાખવી જોઇએ.
- ઘરનો ઉત્તર-પૂર્વ ભાગ ઉંચો ન હોવો જોઇએ.
- ઘરનો દરવાજો કે બારીઓ ઘરની બહાર ન ખુલવી જોઇએ.
વાસ્તુ વિજ્ઞાન અનુસાર તમામના ઘરમાં કંઇક ને કંઇક તો એવી કમી રહી જ જાય છે, જેને વાસ્તુ દોષ માનવામાં આવે છે. આ કમીઓના કારણે આપણા ઘરમાં હંમેશા કલેશનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. પરિવારના લોકોની વચ્ચે તકરાર થયા કરે છે. પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ રહેતો નથી. જાણો આવો વાસ્તુ દોષ કયો છે.
તસવીરોના કારણે વાસ્તુ દોષ
ઘરની દિવાલો પર તસવીર બનાવી શકો છો, પરંતુ તસવીરો અને મુર્તિઓને ચિપકાવી ન જોઇએ. તેને ભયંકર વાસ્તુ દોષ માનવામાં આવે છે. ઘરમાં ભગવાનની બહુ મોટી મુર્તિ ન રાખવી જોઇએ. 1 ઇંચથી લઇને 11 ઇંચ સુધની જ પ્રતિમા ઘરમાં વાસ્તુ સંગત માનવામાં આવે છે.
આ દિશાનો રૂમ ભાડે ન આપો
ઘરનો ઉત્તર પુર્વ ભાગ ઉંચો ન હોવો જોઇએ. સાથે સાથે આ દિશામાં શૌચાલયનું નિર્માણ કોઇ પણ પરિસ્થિતિમાં ન થવુ જોઇએ. આમ થવાથી ઘરમાં ધનન હાનિ થાય છે. પરિવારમાં અશુભ ઘટનાઓ બને છે. આ દિશાનું બાકી દિશાથી નીચુ હોવુ અને આ દિશામાં મંદિરનું હોવુ શુભ માનવામાં આવ્યુ છે. જો કોઇ રૂમ રહેવા માટે બનાવ્યો હોય તો ક્યારેય પણ ઉત્તર પુર્વનો રુમ ભાડે ન આપવો જોઇએ.
અંદરની બાજુ ખુલવી જોઇએ બારીઓ
ઘરનો દરવાજો બહારની તરફ ખુલે તે સારુ માનવામાં આવ્યુ નથી. ઘરનો દરવાજો અને બારીઓ અંદરની બાજુ જ ખુલવી જોઇએ. સાથે દરવાજો ખુલતા અને બંધ થતા સમયે અવાજ ન આવવો જોઇએ. જો આ નિયમોનું પાલન ન થાય તો માનસિક કષ્ટ રહે છે.
ચામાચિડીયુ આવે તો શુદ્ધિ કરાવો
ઘરમાં મઘમાખી મધ ન મુકવી જોઇએ. વાસ્તુ વિજ્ઞાનમાં આમ થાય તો 6 મહિના સુધી વાસ્તુ દોષ રહે છે. જ્યારે ચામાચિડીયા ઘરમાં આવે તો પણ 15 દિવસ સુધી વાસ્તુ દોષ રહે છે. આમ થાય તો ઘરમાં શુદ્ધિકરણ કરાવવુ જોઇએ. ઘરમાં કાગડો પ્રવેશે તે પણ સારુ માનવામાં આવતુ નથી.
કિચન સાથે જોડાયેલો વાસ્તુ દોષ
કિચન ક્યારેય એવી રીતે ન હોવું જોઇએ કે મુખ્ય ગેટ પરથી જ ચુલો દેખાય. આમ કરવાથી ઘરની બરકત ચાલી જાય છે. જમતી વખતે ગૃહિણીનું મુખ પુર્વ તરફ હોવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં લોકો ઓછા બિમાર પડે છે. રાતે ભોજન બનાવ્યા બાદ ચુલો અને પ્લેટફોર્મ સાફ કરી લેવું જોઇએ. એંઠા વાસણ રાતે ન રાખવા જોઇએ.
આ પણ વાંચોઃ હાડકાને નબળી બનાવે છે આ આદતોઃ જો તમને પણ હોય તો તાત્કાલિક બદલો