ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

ઘરના ડાઇનિંગ એરિયા સાથે પણ જોડાયેલા હોય છે વાસ્તુના નિયમો!

Text To Speech
  • ઘરમાં આવીને તમને શાંતિનો અનુભવ ન થાય તો સમજવુ કે ઘરમાં ક્યાંક વાસ્તુ દોષ છે. 
  • કિચનથી લઇને ડાઇનિંગ એરિયા સુધી તમામ જગ્યાએ વાસ્તુના નિયમો અનુસરવા જરૂરી.
  • વાસ્તુ અનુસાર ભોજન કરવા માટે પશ્વિમ દિશા યોગ્ય, ત્યાં ડાઇનિંગ રૂમ બનાવવો જોઇએ.

ઘર એક એવી જગ્યા છે જ્યાં દિવસભર કામ કરીને થાક્યા બાદ વ્યક્તિ આરામ કરી શકે છે. અહીં આવીને શાંતિનો અનુભવ થાય છે. જો તમે ઘરે જાવ અને તમને ઘરમાં આવ્યા બાદ આરામ ન મળે તો સમજવું કે ઘરમાં ક્યાંક વાસ્તુ દોષ છે. તમારે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઇએ. ખાસકરીને તમારા ઘરમાં કિચનથી લઇને જમવાની જગ્યા સુધી વાસ્તુના નિયમોને માનો. ઘરમાં જમવા માટે એક સ્થાન એવું હોવુ જોઇએ જે સાફ સુથરુ હોવું જોઇએ. આ ઉપરાંત અહીં હવા અને લાઇટની સારી વ્યવસ્થા હોવી જોઇએ. ત્યાં ડેકોરેશન માટે મિરર પણ લગાવી શકાય.

ઘરના ડાઇનિંગ એરિયા સાથે પણ જોડાયેલા હોય છે વાસ્તુના નિયમો! hum dekhenge news

ભોજનના સ્થાનની દિશા પણ જરૂરી

વાસ્તુ અનુસાર ભોજન કરવા માટે પશ્વિમ દિશા યોગ્ય છે. ત્યાં ડાઇનિંગ રૂમ બનાવવો જોઇએ. જો કીચનમાં ભોજન કરવાની વ્યવસ્થા હોય તો પશ્વિમ દિશામાં ડાઇનિંગ ટેબલ રાખવું જોઇએ. ડાઇનિંગ ટેબલ લંબચોરસ આકારનું સૌથી સારુ ગણાય છે.

ઘરના ડાઇનિંગ એરિયા સાથે પણ જોડાયેલા હોય છે વાસ્તુના નિયમો! hum dekhenge news

ડાઇનિંગ ટેબલના પણ નિયમો પાળો

ડાઇનિંગ પર ફળ ભરેલી ટ્રે રાખવી સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. ડાઇનિંગ ક્યારેય ખાલી ન હોવું જોઇએ. તેની પર કંઇક ને કંઇક ખાવાનો સામાન અવશ્ય રાખો. ફળો ભરેલી ટ્રે રાખવી શક્ય ન હોય તો ઝાડ-છોડના પિક્ચર પણ રાખો. ડાઇનિંગ ટેબલ પર દવાઓ ન રાખવી જોઇએ, નહીંતો દવાઓ ભોજન બની જાય છે.

આ પણ વાંચોઃ જો જો કારેલાને આની સાથે ના ખાતા, થઈ શકે છે નુકશાન

Back to top button