ટ્રેન્ડિંગધર્મવિશેષ

વસંતપંચમી વિદ્યાર્થીઓ માટે હોય છે ખાસઃ રાશિ પ્રમાણે કરો પૂજા

વસંત પંચમીનો તહેવાર આ દિવસે  ખાસ રહેશે. વસંત પંચમી જ્ઞાન, બુદ્ધિ, વાણી અને વિદ્યાની દેવી સરસ્વતીની પુજાનો દિવસ કહેવાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે વસંત પંચમીનું પર્વ ખુબ જ મહત્ત્વનું છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ માટે વસંત પંચમીની ખાસ રોનક હશે. આ દિવસે રાશિ અનુસાર વિદ્યાર્થીઓ આ ઉપાય કરશે તો તેમને મા સરસ્વતીના આશીર્વાદ મળશે.

વસંતપંચમી વિદ્યાર્થીઓ માટે ખાસઃ રાશિ પ્રમાણે કરો આ કામ hum dekhenge news

મેષ

મેષ રાશિના લોકો વસંત પંચમી પર સફેદ રંગના વસ્ત્ર પહેરીને સવારે પુર્વ દિશામાં મોં રાખીને ગીતાના ગ્રંથની પુજા કરે અને સરસ્વતી કવચનો પાઠ કરે. તેનાથી સ્મરણ શક્તિ વધશે.

વૃષભ

વૃષભ રાશિના જાતકો વસંત પંચમી પર માં શારદાને સફેદ ચંદન અર્પિત કરે અને ॐ એં સરસ્વત્યૈ એં નમઃ મંત્રનો 108 વખત જાપ કરે. તેનાથી અભ્યાસમાં આવતી બાધાઓ દુર થશે.

મિથુન

મિથુન રાશિના લોકો આ દિવસે લીલા રંગની કલમ ગરીબ બાળકોને દાન કરે, તેનાથી વિદ્યાર્થીઓની રુચિ અભ્યાસમાં વધશે.

કર્ક

કર્ક રાશિના જાતકો વસંત પંચમીના દિવસે ગાયત્રી મંત્રની માળા માળા કરો. એવી માન્યતા છે કે આમ કરવાથી દેવી સરસ્વતી ખુબ જ પ્રસન્ન થાય છે.

કન્યા

વસંત પંચમી પર કન્યા રાશિના બાળકો પુસ્તકો અને સંગીત સાથે જોડાયેલી વસ્તુઓ ગિફ્ટમાં આપે. તેનાથી વાણી દોષ દુર થાય છે અને બાળકોના મન પર અધ્યાત્મ અગ્રેસર રહે છે.

તુલા

તુલા રાશિના વિદ્યાર્થીઓ વસંત પંચમી પર મીઠા પીળા ભાતમાં કેસર નાંખીને માતા શારદાને ભોગ ધરાવે. એવી માન્યતા છે કે તેનાથી યાદશક્તિ સારી રહે છે. નાના બાળકોની બોલી સ્પષ્ટ થાય છે. જે બાળકોને બોલવામાં સમસ્યા હોય તે પણ દુર થાય છે.

વસંતપંચમી વિદ્યાર્થીઓ માટે ખાસઃ રાશિ પ્રમાણે કરો આ કામ hum dekhenge news

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ વસંત પંચમી પર સ્ફટિકની માળાથી ઓમ એં હ્મીં કલીં મહાસરસ્વતી દૈવ્યૈ નમઃની એક માળાનો જાપ કરે, તેનાથી બુદ્ધિ અને ધન વધે છે.

ધન

ધન રાશિના એવા વિદ્યાર્થીઓ જે પહેલી વાર ભણવા જવાના છે, તેમને વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી સામે કોરા કાગળ પર ‘ઉં’ લખાવવું સફેદ ગાયની પુજા કરવી તેનાથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

મકર

મકર રાશિના વિદ્યાર્થીઓ વસંત પંચમી પર ચોખા, ખાંડ, મીઠુ, હળદર, કેળામાંથી કોઇ પણ વસ્તુનુ નિર્ધન વ્યક્તિને દાન કરે. તેનાંથી બૌદ્ધિક વિકાસ થાય છે.

કુંભ

કુંભ રાશિના વિદ્યાર્થીઓ વસંત પંચમીના દિવસે સફેદ ચંદનનું સરસ્વતી માતાને તિલક કરે અને સ્વયં પણ લગાવે. કોઇ જરૂરિયાત મંદ બાળકની અભ્યાસમાં મદદ કરો. માતા સરસ્વતીના ચરણોમાં નવા પુસ્તકો અને કલમ અર્પિત કરો. કરિયરમાં સફળતા મળશે.

મીન

મીન રાશિના લોકો આ દિવસે માતા સરસ્વતીને દુધ અને કેસર મિક્સ કરીને તેનો અભિષેક કરે. હળદર, કેળા, બેસનના લડ્ડુ અને પીળા ચંદનથી માતા સરસ્વતીની પુજા કરો. આમ કરવાથી ક્રિએટીવ અને શિક્ષણના ક્ષેત્રમાં ખુબ સફળતા મળશે.

આ પણ વાંચોઃ Amazonમાં છટણીનો દોર યથાવત, 2300 કર્મચારીઓને અપાઈ વોર્નિંગ નોટિસ

Back to top button