વરુણ-સામંથાની ‘સિટાડેલ હની બની’નું બીજું ટ્રેલર રિલીઝ, ફુલ ઓન એક્શન પેક્ડ શો


- ‘સિટાડેલ હની બની’નું બીજું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું, બીજા ટ્રેલરમાં પણ લીડ સ્ટાર્સ વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુનો ડાયનેમિક અવતાર જોઈ શકાય છે
29 ઓક્ટોબર, મુંબઈઃ આ વર્ષની મચ અવેઈટેડ વેબ સીરીઝ ‘સિટાડેલ હની બની’નું બીજું ટ્રેલર મંગળવારે રીલીઝ કરવામાં આવ્યું છે. આ બીજા ટ્રેલરમાં પણ લીડ સ્ટાર્સ વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુનો ડાયનેમિક અવતાર જોઈ શકાય છે. આ શો 7 નવેમ્બરથી પ્રાઈમ વીડિયો પર આવશે.
સિટાડેલ હની બનીના આ ટ્રેલર પરથી કહાનીનો અંદાજ લગાવી શકાયછે. હની એટલે કે સામંથા અને બની એટલે કે વરુણ ધવન. બંને એક સમયે ફિલ્મોમાં કામ કરતા હતા. હની એક સંઘર્ષ કરતી અભિનેત્રી હતી જેને સ્ટંટમેન બની એક સાઈડ જોબ આપે છે. બંનેની એત એવી દુનિયામાં એન્ટ્રી થાય છે જે એક્શન-ડ્રામા, છેતરપિંડી અને જાસૂસીથી ભરપૂર છે. હની અને બની વર્ષો પછી એક મિશન માટે મળે છે અને તેમની નાની છોકરી નાદિયાને બચાવવા માટે ખતરનાક મોડ પર આવી જાય છે.
સ્ટોરીમાં ઘણું સસ્પેન્સ-એક્શન, થ્રિલ અને ડ્રામા જોવા મળશે. સામંથા અને વરુણની જોડી જબરદસ્ત છે અને બંને બંદૂકો ઉઠાવીને એક્શનનો ડોઝ આપશે.
સિટાડેલ હની બનીમાં સામંથા અને વરુણ ઉપરાંત કેકે મેનન, સાકિબ સલીમ, સિકંદર ખેર, સોહમ મજુમદાર, શિવાંકિત પરિહાર અને કાશવી મજમુદાર પણ જોવા મળશે. તેનું નિર્દેશન રાજ અને ડીકે દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરીઝ પ્રિયંકા ચોપરાની મૂળ અમેરિકન સિરિઝ સિટાડેલથી પ્રેરિત છે. તમે તેને 7 નવેમ્બર, 2024 થી પ્રાઇમ વીડિયો પર જોઈ શકશો.
આ પણ વાંચોઃ સિંઘમ અગેઈન v/s ભૂલ ભુલૈયા 3: કોણ કોની પર ભારે પડશે, જુઓ એડવાન્સ બુકિંગના આંકડા