વરુણ ધવનને થઈ “વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન’ નામની બીમારી

વરુણ ધવન પોતાની ફિલ્મ ભેડિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન છે. બંને અગાઉ ફિલ્મ ‘દિલવાલે’માં જોવા મળ્યા હતા. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને પણ ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ઈચ્છાધારી ભેડિયા તરીકે વરુણ ધવનનો આ લુક દર્શકોને પસંદ આવી રહ્યો છે. આ દરમ્યાન વરુણ ધવને જણાવ્યું કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની સમસ્યાથી પીડિત છે.
આ પણ વાંચો : વિરાટ કોહલીના જન્મદિવસ પર અનુષ્કા શર્માએ શેર કરી Unseen તસવીરો
વરુણને થઈ વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન નામની બીમારી
વરુણ ધવને જણાવ્યું કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યો છે. આ રોગમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે. હાલ વરુણ ધવનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે પોતાની જાત પર દબાણ કરીને કામ તરફ આગળ વધવું પડ્યું છે.
વરુણ ધવને કહ્યું હતું કે જ્યારે તેને તેની બીમારી વિશે ખબર પડી તો તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. પોતાની જાતને આગળ વધારવી તેના માટે એક પડકાર હતો.વરુણ ધવને વધુમાં કહ્યું કે થોડા દિવસો પહેલા મેં એ હકીકત સ્વીકારી હતી કે મને વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શનની બીમારી છે. મને ખબર નથી કે મારી સાથે શું થયું છે, પરંતુ મને લાગ્યું કે જીવનમાં સંતુલન મહત્વપૂર્ણ છે. પણ મારું આ સંતુલન ખોરવાઈ ગયું છે. હું મારી જાતને દબાણ કરવા લાગ્યો.
કોવિડ -19 પછી, જ્યારે વરુણ ધવન કામ પર પાછા ફરવા માંગતો હતો, ત્યારે તેણે ઘણા પડકારોનો સામનો કર્યો હતો. મેં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ માટે મારી જાત પર એટલું દબાણ કર્યું કે મને લાગવા માંડ્યું કે હું કોઈ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યો. મને ખબર નથી કે હું શા માટે મારી જાતને આટલા બધા તણાવ અને દબાણમાં મૂકું છું, પણ મેં કર્યું. અમે ફક્ત રેટ રેસ ચલાવી રહ્યા છીએ જેમાં અમને કોઈ પૂછતું નથી. મને લાગે છે કે જો આપણે આ દુનિયામાં આવ્યા છીએ, તો આપણે કોઈ મોટા હેતુ માટે આવ્યા છીએ. હું આ માટે મારો હેતુ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું આશા રાખું છું કે અન્ય લોકોને પણ આ હેતુ મળશે.

શું છે વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન ?
વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન એ એવી બીમારી છે કે જે કાનની અંદરની સંતુલન સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરતી નથી. કાનની અંદર વેસ્ટિબ્યુલર સિસ્ટમ છે, જે આંખ સાથે કામ કરે છે અને સ્નાયુઓને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. આ બીમારી દરમ્યાન જ્યારે તે યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે કાન દ્વારા સાંભળવામાં આવતી વસ્તુઓ મગજ સુધી યોગ્ય રીતે પહોંચતી નથી. આ ઉપરાંત આવી સ્થિતિમાં વ્યક્તિને ચક્કર પણ આવવા લાગે છે.