‘Bawaal’ફિલ્મ બનાવશે ઈતિહાસ, Eiffel Towerમાં યોજાશે ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર
અભિનેતા વરુણ ધવન અને જાહ્નવી કપૂર પહેલીવાર ફિલ્મ ‘Bawaal’માં સાથે જોવા મળવાના છે. સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે. મેકર્સ આ ફિલ્મને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા જઈ રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે મેકર્સ ફ્રાન્સના પેરિસના એફિલ ટાવરમાં આ ફિલ્મનું ભવ્ય પ્રીમિયર કરવા જઈ રહ્યા છે.
View this post on Instagram
મિડ જુલાઈમાં ‘Bawaal’નું વર્લ્ડ પ્રીમિયર એફિલ ટાવર ખાતે યોજાશે. ખાસ વાત એ છે કે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘Bawaal’એફિલ ટાવર પર પ્રીમિયર થનારી પહેલી ભારતીય ફિલ્મ હશે. એટલે કે ફિલ્મ સાથે બંને સ્ટાર્સ પણ ઈતિહાસ રચવા જઈ રહ્યા છે.
‘Bawaal’નું વર્લ્ડ પ્રીમિયર એફિલ ટાવરના સાલે ગુસ્તાવ એફિલ હોલમાં થશે. આ દરમિયાન નિતેશ તિવારી, વરુણ અને જાહ્નવી અને સાજિદ નડિયાદવાલા અન્ય મહેમાનો સાથે ત્યાં હાજર રહેશે. આ દરમિયાન ફ્રેન્ચ ડેલિગેટ્સ પણ ત્યાં હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ભારતના સૌથી મોટા પ્રીમિયર તરીકે રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
View this post on Instagram
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં બીજા વિશ્વ યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તેનું શૂટિંગ પેરિસમાં પણ થયું છે. આ ફિલ્મ એક લવ સ્ટોરી પર આધારિત છે, જેમાં બીજા વિશ્વયુદ્ધનો સમય પણ બતાવવામાં આવી શકે છે. એટલા માટે મેકર્સ તેનું પ્રીમિયર સિટી ઓફ લવ એટલે કે પેરિસમાં કરી રહ્યા છે.
‘Bawaal’ ફિલ્મની ચર્ચા લગભગ બે વર્ષથી ચાલી રહી છે. અગાઉ તે થિયેટરમાં રિલીઝ થવાની હતી. તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી. પરંતુ હવે મેકર્સે તેને Amazon Prime Video પર લાવવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મ 6 ઓક્ટોબર 2023 ના રોજ OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે.