ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

પોપકોર્ન પર GST દર વિશે લોકોના મનમાં વિવિધ પ્રશ્નો, જાણો તેના જવાબો

  • GST કાઉન્સિલની 55મી બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા

HD ન્યૂઝ ડેસ્ક, 25 ડિસેમ્બર: શું તમારા પોપકોર્નમાં કેરેમલ છે? સોલટેડ પોપકોર્ન પર 5% GST અને કેરેમલ પોપકોર્ન પર 18% GST કેમ? આ બધા પ્રશ્નો લોકોના મનમાં ઉઠવા લાગ્યા છે. હકીકતમાં, GST કાઉન્સિલની 55મી બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કાઉન્સિલ બાદ પોપકોર્નને લઈને મોટો હોબાળો થયો હતો. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “જે પોપકોર્ન મીઠું-મસાલા સાથે આવે છે તેના પર 5% GST, પ્રી-પેક્ડ પોપકોર્ન પર 12 ટકા GST અને કેરેમલાઇઝ્ડ (મીઠા) પોપકોર્ન પર 18 ટકા ટેક્સ.” જે બાદ સોશિયલ મીડીયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું અને લોકોના મનમાં વિવિધ પ્રશ્નો ઊભા થયા.

જૂઓ આ પ્રશ્નો(FAQ)

1. શું પોપકોર્ન પરના GST દરમાં વધારો કરવામાં આવ્યો છે?

જવાબ: તાજેતરમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં પોપકોર્ન પરના GST દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મીઠું અને મસાલા સાથે મિશ્રિત પોપકોર્ન પર લાગુ GST દરની સ્પષ્ટતા કરવા ઉત્તર પ્રદેશ રાજ્ય તરફથી વિનંતી કરવામાં આવી હતી. આ મુદ્દો 55મી GST કાઉન્સિલમાં લઈ જવામાં આવ્યો હતો અને કાઉન્સિલે તેની સ્પષ્ટતા કરવાની ભલામણ કરી હતી.

2. વિવિધ પ્રકારના પોપકોર્ન પર વિવિધ દરો માટેનો આધાર શું છે?

જવાબ: ખાદ્ય ચીજવસ્તુઓ સહિત તમામ માલ હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ (HS) વર્ગીકરણ મુજબ GST હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે જે વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન (WCO) દ્વારા વિકસિત બહુહેતુક આંતરરાષ્ટ્રીય માલસામાન માટેનું નામકરણ છે. આ સિસ્ટમનો ઉપયોગ 200થી વધુ દેશો દ્વારા કરવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય વેપારના 98%થી વધુને આવરી લે છે. વિવિધ GST દરો માત્ર HS સિસ્ટમના વિવિધ પ્રકરણો હેઠળ કોમોડિટીના વર્ગીકરણને પરિણામે છે.

HS વર્ગીકરણ મુજબ, ખાંડની મીઠાઈઓ પ્રકરણ 17મા HS 1704 હેઠળ આવે છે. અમુક નિર્દિષ્ટ વસ્તુઓ સિવાય તમામ ખાંડની મીઠાઈઓ પર 18% GST લાગે છે. ભારતમાં, નમકીનને HS 2106 90 99 હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે. નમકીનને પ્રી-પેકેજ અને લેબલના ફોર્મ સિવાય અન્ય સ્વરુપમાં વેચવામાં આવતા 5% GST તેમજ પ્રી-પેકેજ અને લેબલ સ્વરૂપમાં વેચવામાં આવે ત્યારે 12% GST લાગે છે.

3. સ્પષ્ટતા જારી કરવાનો હેતુ શું હતો?

જવાબ: કાઉન્સિલે મીઠું અને મસાલાઓ સાથે મિશ્રિત રેડી ટૂ ઈટ પોપકોર્ન અંગે ક્ષેત્રમાં વર્ગીકરણ વિવાદોના નિરાકરણની સુવિધા માટે સ્પષ્ટતા જારી કરવાની ભલામણ કરી છે.

4. શું થિયેટરોમાં પોપકોર્ન વધુ મોંઘા થશે?

જવાબ: સામાન્ય રીતે, સિનેમાઘરોમાં ગ્રાહકોને પોપકોર્ન છૂટક પીરસવામાં આવે છે અને તેથી તેના પર ‘રેસ્ટોરન્ટ સેવા’ તરીકે સમાન 5% દર લાગુ પડતો રહેશે, જ્યાં સુધી તે સિનેમા પ્રદર્શન સેવાથી સ્વતંત્ર રીતે સપ્લાય થાય છે ત્યાં સુધી આ દર જ લાગુ પડશે.

આ પણ જૂઓ: શ્વાસ લેવા પર ક્યારે GST લાગશે? પોપકોર્ન પર વિવિધ પ્રકારના ટેક્સથી યુઝર્સ નારાજ, આવી પ્રતિક્રિયાઓ આપી

Back to top button