ગુજરાતટોપ ન્યૂઝ

મોદી સરકારના સફળતાના 9 વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં યોજાશે વિવિધ કાર્યક્રમ

Text To Speech
  • ભાજપના કાર્યકરો મોદી સરકારના 9 વર્ષની સફળતા ગાશે
  • સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠ્ઠનની બેઠક યોજાઈ
  • ભાજપ સંગઠ્ઠન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે

મોદી સરકારના સફળતાના 9 વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં આગામી તા. 30 મે થી 30 જૂન દરમીયાન 1 માસ માટે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમની કાર્યકરો અને હોદ્દેદારોને માહિતી આપવા માટે સરકીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ સંગઠ્ઠનની બેઠક યોજાઈ હતી. જેમાં તા. 30 મે થી 30 જૂન દરમીયાન ભાજપના કાર્યકરો વિશીષ્ટ પરીવારની મુલાકાત કરશે, ઘર ઘર જનસંપર્ક કરી લોકોને મોદી સરકારના કાર્યો અને યોજનાની માહીતી આપનાર છે.

આ પણ વાંચો: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી હેલિકોપ્ટરથી અંબાજી દર્શનાર્થે જશે

ભાજપના કાર્યકરો મોદી સરકારના 9 વર્ષની સફળતા ગાશે

વર્ષ 2014માં કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન પદે બીરાજનાર નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પુરા થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભાજપ સંગઠ્ઠન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેના માટે ભાજપના કાર્યકરોને માહિતી આપવા માટે વિવિધ મંડળોમાં કાર્યક્રમો થકી કાર્યકરોને માહિતગાર કરાયા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠ્ઠનની સરકીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હીતેન્દ્રસીંહ ચૌહાણ, મીડીયા સેલના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીલમ વ્યાસ, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરૂભાઈ સીંધવ, હાર્દીકભાઈ ટમાલીયા, ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન હરદેવસીંહ પરમાર સહીતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં જાહેર સ્થળો પર તમાકુની બનાવટો વેચતા વેપારીઓને દંડ 

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠ્ઠનની બેઠક યોજાઈ

આ બેઠકમાં પાલીકાના ચૂંટાયેલા સદસ્યો, જિલ્લાના હોદ્દેદારો, વિવિધ મંડળના હોદ્દેદારો, શકિત કેન્દ્રના સંયોજકો સહિતનાઓનાઓને જિલ્લામાં તા. 30 મેથી 30 જુન સુધી યોજાનાર કાર્યક્રમોની માહિતી અપાઈ હતી. જિલ્લા ભાજપના કાર્યકરો આ એક માસ દરમીયાન પ્રભાવશાળી વ્યકતી તેમજ વિશીષ્ટ પરીવારો સાથે મુલાકાત કરી જન સંપર્કના કાર્યક્રમો કરશે. જયારે ઘર ઘર અને બુથ દિઠ સંપર્ક અભિયાન હાથ ધરી મોદી સરકારના સફળતાના 9 વર્ષની વાતો કરશે.

Back to top button