ગુજરાતશ્રી રામ મંદિર

ગુજરાતમાં વિવિધ મંત્રીઓ તેમના વિસ્તારમાં રહી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ જોશે

  • હર્ષ સંઘવી સુરતમાં મજુરા મતક્ષેત્રના મતદારો વચ્ચે રહીને પ્રસારણ માણવાનું પસંદ કર્યું
  • સી.આર. પાટીલ સુરતમાં એમના ટેકેદારો-મતદારો સાથે બેસીને પ્રસારણ જોશે
  • બલવંતસિંહ રાજપૂત સમાજના મંદિરના પ્રાંગણમાં બેસીને અયોધ્યાનું પ્રસારણ જોશે

ગુજરાતમાં વિવિધ મંત્રીઓ તેમના વિસ્તારમાં રહી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ જોશે. જેમાં હર્ષ સંઘવી સુરતમાં અને જગદીશ પંચાલ ઓઢવમાં મતદારો વચ્ચે રહેવાનું પસંદ કર્યું છે. તેમાં મોટા એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યાના કાર્યક્રમનું પ્રસારણ જોશે.

આ પણ વાંચો: અમદાવાદમાં બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ઠેર ઠેર મહાઆરતીનું આયોજન 

હર્ષ સંઘવી સુરતમાં મજુરા મતક્ષેત્રના મતદારો વચ્ચે રહીને પ્રસારણ માણવાનું પસંદ કર્યું

હર્ષ સંઘવીએ પોતે પણ સુરતમાં મજુરા મતક્ષેત્રના મતદારો વચ્ચે રહીને પ્રસારણ માણવાનું પસંદ કર્યું છે. ગુજરાતના મંત્રીમંડળના સભ્યોએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કોઈ એક સ્થળે ભેગા થઈને જોવાને બદલે પોતપોતાના મતવિસ્તારમાં મતદારો સાથે બેસીને માણવાનો માર્ગ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ઘાટલોડિયા મતક્ષેત્રમાં પડતાં શીલજ ગામ ખાતે ઊભા કરાયેલા શામિયાનામાં મતદારો-મિત્રો-સ્નેહીઓ સાથે બેસી મોટા એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યાના કાર્યક્રમનું પ્રસારણ જોશે.

આ પણ વાંચો: શ્રી રામ ઉત્સવ: અમદાવાદ સ્થિત આ હોસ્પિટલમાં એક્સ રે, સિટી સ્કેન સહિત વિવિધ સેવાઓની વિના મૂલ્યે સારવાર 

બાકીનાં 16 મંત્રીઓ પણ એમના વિસ્તારમાં રહીને પ્રસારણ જોશે

બાકીનાં 16 મંત્રીઓ પણ એમના વિસ્તારમાં રહીને પ્રસારણ જોશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે પણ સુરતમાં મજુરા મતક્ષેત્રના મતદારો વચ્ચે રહીને પ્રસારણ માણવાનું પસંદ કર્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોબા ખાતેના પ્રદેશ ભાજપ કાર્યાલયને બદલે સુરતમાં એમના ટેકેદારો-મતદારો સાથે બેસીને પ્રસારણ જોવાના હોવાનું જણાવાઈ રહ્યું છે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તેમના વિધાનસભા વિસ્તાર સિદ્ધપુર ખાતે સમાજના મંદિરના પ્રાંગણમાં તમામ સમાજોના લોકો સાથે બેસીને અયોધ્યાનું પ્રસારણ જોવા આયોજન કર્યું છે. જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ જામનગર રહી તેમના મતદારો સાથે જીવંત પ્રસારણ જોવાના છે. અમદાવાદમાં નિકોલનું પ્રતિનિધિત્વ કરતા એમએસએમઈ-સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ ઓઢવ ગામમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં બેસી એલઇડી સ્ક્રીન ઉપર પ્રસારણ જોવાના છે.

Back to top button