ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા

Text To Speech
  • હોમગાર્ડ ઓફિસનું મકાન પરત લેવાનો મુદ્દો ઉછળ્યો
  • વધારાના ખર્ચા દૂર કરવા હંગામી ડ્રાઇવરની પોસ્ટ હટાવી

પાલનપુર : ડીસા તાલુકા પંચાયતની ફેબ્રુઆરી માસમાં મુદત પૂર્ણ થતી હોઇ તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા આજે ડીસા તાલુકા પંચાયત સભા ગૃહમાં યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયતના હંગામી ડ્રાઇવરની પોસ્ટ હટાવી ડ્રાઇવરને મુક્ત કરવા સભ્યોએ સર્વનુંમતિથી નિર્ણય લીધો હતો.

ડીસા તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા પ્રમુખ જીજાબેન રામુજી બોકરવાડિયા ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી સુ.શ્રી.આર.એન. રાજપૂતે સભાની શરૂઆત કરાવતા ગતબોર્ડ ના ઠરાવોને બહાલી આપ્યા બાદ તાલુકા પંચાયતમાં વધારાના ખર્ચા પડતા હોઇ સૌ પ્રથમ તો એક ડ્રાઇવર જે હંગામી પોસ્ટ હતી તેની જરૂર ન હોય તે દૂર કરવા જણાવતા સર્વ સભ્યો સંમતિ આપી હતી.

તાલુકા પંચાયત-humdekhengenews

જ્યારે ડીસા તાલુકા પંચાયત કેમ્પસમાં જ સખી મંડળો અને અન્ય વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતા ઝેરોક્ષ,ઓનલાઇન સેન્ટર, પાર્લર,નાસ્તાગૃહ સહિતની દુકાનો દૂર કરવા પણ ટીડીઓએ સભ્યોનો મત લેતા મોટાભાગના સભ્યોએ આ ગરીબ ધંધાર્થીઓને દૂર ન કરવા જણાવતા તે બહુમતીના જોરે દબાણો દૂર કરવાનું મુલતવી રખાયું હતું. જ્યારે તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધૂંખે ડીસા તાલુકા પંચાયતની માલિકીની કરોડોની જમીનમાં હોમગાર્ડ ઓફિસ ચાલતી હોય તે મકાન પરત લેવા માંગ કરી હતી. અગાઉ પણ તેઓએ આ મુદ્દે ચાર વખત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પણ રજૂઆત કરેલી છે ત્યારે તે મુદ્દા આજના બોર્ડમાં ચર્ચાસ્પદ બન્યો હતો.

આ પણ વાંચો : ડીસામાં તસ્કરો બેફામ: વધુ બે દુકાનોમાંથી ચોરી

Back to top button