ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કથિત શિવલિંગ પર નિર્ણય મોકૂફ, હવે 11 ઓક્ટોબરે સુનાવણી

Text To Speech

ઉત્તર પ્રદેશના વારાણસીની દિલા કોર્ટે કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ માટેની અરજી પર જિલ્લા અદાલતના નિર્ણયને રદ કરી દીધો છે. હવે સુનાવણી 11 ઓક્ટોબરે થશે. જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે આ વર્ષે મે મહિનામાં કરવામાં આવ્યો હતો. તેના પર હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદની વચ્ચે એક શિવલિંગ મળી આવ્યું છે.

મુસ્લિમ પક્ષ તેને ફુવારો ગણાવી રહ્યું છે. અરજીકર્તાઓએ ‘શિવલિંગ’ની કાર્બન ડેટિંગ તેમજ વૈજ્ઞાનિક તપાસની માંગ કરી છે. આ સાથે તેઓ એવી પણ માગણી કરે છે કે આ માટે શિવલિંગને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ. તેનો હેતુ એ જાણવાનો છે કે તે ફુવારો છે કે શિવલિંગ. આ માટે કાર્બન ડેટિંગમાંથી વૈજ્ઞાનિક પુરાવા મળશે.

બંને પક્ષોના અલગ-અલગ દાવા

જ્ઞાનવાપી મસ્જિદને લઈને અલગ-અલગ મુદ્દાઓ પર હિંદુ અને મુસ્લિમ પક્ષો સામસામે છે. મુસ્લિમ પક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ સેંકડો વર્ષ જૂની છે. તે જ સમયે, હિન્દુ પક્ષનો દાવો છે કે સમગ્ર સંપત્તિ ભગવાન વિશ્વેશ્વરની છે.

જ્યારે મુસ્લિમ પક્ષ મસ્જિદ પર પોતાનો અધિકાર દાવો કરી રહ્યું છે, ત્યારે હિન્દુ પક્ષે આરોપ લગાવ્યો છે કે મુઘલ આક્રમણખોર ઔરંગઝેબે આ જગ્યા પર બળજબરીથી કબજો કર્યો હતો. કોર્ટના સર્વેના આદેશને મુસ્લિમ પક્ષે ખોટો હોવાનું જણાવ્યું હતું જ્યારે હિન્દુ પક્ષે કોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું.

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં કોર્ટ દ્વારા આદેશિત સર્વેક્ષણ દરમિયાન એક પથ્થર મળી આવ્યો હતો, જેને હિંદુ પક્ષ શિવલિંગ કહે છે, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો છે. મુસ્લિમ પક્ષે કોર્ટને મસ્જિદમાં યથાસ્થિતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તે જ સમયે, હિન્દુ પક્ષે મસ્જિદ પરિસરમાં દેવી શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાનો અધિકાર માંગ્યો છે.

Back to top button