ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વારાણસી: હોટલ તોડવા પહોંચેલા ADMને માલિક સાથે થયો ઝઘડો તો આપી દીધો હેડ શોટ, જૂઓ વીડિયો

  • યુપીના વારાણસીમાં બનારસ કોઠી અને રિવર પેલેસ હોટલને તોડવા આવેલા એડીએમ સિટીની હોટલ માલિક સાથે થઈ બોલાચાલી
  • બોલાચાલી થતા યુપી સરકારના અધિકારીનો પિતો ખસ્યો અને મારી દીધો હોટલ માલિકને હેડ શોટ
  • સપા પ્રમુખ અખિલેશ યાદવે X પર વીડિયો શેર કરીને સરકાર પર સાધ્યું નિશાન

વારાણસી, 28 જુલાઈ: ઉત્તર પ્રદેશના વારાણસીમાં યુપી સરકારના અધિકારીનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે, જેમાં તે એક વ્યક્તિને હેડ શોટ એટલે કે બળદની જેમ માથું મારતો જોવા મળે છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી અને પોલીસ પ્રશાસનની સાથે એડીએમ સિટી આલોક વર્મા શહેરના ગ્રીન બેલ્ટમાં બનેલી હોટેલ બનારસ કોઠી અને રિવર પેલેસને તોડવા આવ્યા હતા. આરોપ છે કે બંને હોટલ રહેણાંકની જમીન પર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ રીતે ચલાવવામાં આવી રહી હતી.

ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન હોટેલ માલિક અને એડીએમ સિટી આલોક વર્મા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એડીએમ સિટી પોતાનો ગુસ્સો કંટ્રોલ ન કરી શક્યા અને હોટલ માલિકને હેટ શોટ માર્યો, જેના કારણે હોટલ માલિક ઘાયલ થયો હતો. આ સમય દરમિયાન હોટલના ડિમોલિશનની પ્રક્રિયા અટકી ન હતી અને કેટલાક કલાકો સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. હવે આ વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.

અહીં જૂઓ હેડ શોટનો વીડિયો:

 

વાસ્તવમાં બે હોટલ તોડી પાડવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે બનારસ કોઠી અને રિવર પેલેસ બંને હોટલ ગ્રીન બેલ્ટમાં ડૂબમાં છે. વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટીએ ગેરકાયદે બાંધકામને કારણે આ હોટલોને તોડી પાડવાના આદેશ આપ્યા હતા. જેના અનુસંધાનમાં એડીએમ સિટી કાર્યવાહી કરવા આવ્યા હતા અને તેઓ ગુસ્સે થઈ ગયા હતા.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સરકાર પર સાધ્યું નિશાન

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કરીને યુપી સરકાર પર નિશાન સાધ્યું છે. વીડિયો શેર કરવાની સાથે સપા સુપ્રીમો અખિલેશ યાદવે લખ્યું આ રમતમાં રાજ્ય સરકાર કયો મેડલ આપે છે તે જોવું રહ્યું. તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે તેઓ કયા કેમ્પના છે તેના પર નિર્ભર રહેશે. દેશના મુખ્ય સંસદીય ક્ષેત્રમાં વહીવટનો આ સુવર્ણ યુગ છે. દિલ્હીમાં કોઈ છે? (કારણ કે લખનૌ ખાલી છે).

સમગ્ર મામલે હોટલ માલિકે શું કહ્યું?

હોટેલ રિવર પેલેસ અને બનારસ કોઠીના માલિક મોહમ્મદ ફારુક ખાને કહ્યું કે અમારી હોટલનું લાઇસન્સ પણ પાસ છે. અમારી એક હોટેલનો નકશો 1999માં અને બીજી હોટેલનો નકશો 2012માં પાસ થયો હતો. વર્ષ 2014માં ગ્રીન બેલ્ટ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ અમારા બાંધકામનો નકશો રહેણાંક હોવાનું કહીને પાસ કરવામાં આવ્યો ન હતો. અમે નકશાને કોમર્શિયલ બનાવવા માટે અરજી કરી હતી અને આજે તેઓ અમારી હોટલ તોડી પાડવા આવી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રેમિકાને મળવા જવું યુવકને ભારે પડ્યું, ખાટલે બાંધીને ગામ લોકોએ માર્યો માર, પ્રેમીનું થયું મૃત્યુ

Back to top button