વરાછા બેન્કની 27મી વાર્ષિક સામાન્ય સભા : 3700 કરોડનો વેપાર કરતી નક્કર કામગીરી
ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રિમ સ્થાન ધરાવતી ઘી વરાછા કો-ઓપ.બેંક લિ.,સુરતની 27મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન 30 જુલાઈના કરવામાં આવ્યુ હતું. જેમાં વિશેષ સન્માનનીય અતિથી તરીકે નેશનલ કો-ઓપ.યુનીયન ઓફ ઈન્ડિયાના પ્રમુખ દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહયા હતા. જયારે ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ હિંમાશુભાઈ બોડાવાલા સાથે ઈફકો-ટોકિયો જનરલ ઈન્સ્યોરન્સના વાઈસ પ્રેસીડેન્ટ મિલનભાઈ સંઘવી મુખ્ય મહેમાન પદે હાજર રહયા હતા.
રૂ.2500 કરોડની થા૫ણ અને રૂ.1160 કરોડથી વધુના ધિરાણ સાથે નક્કર પ્રગતિ કરનાર વરાછાબેંક દ્વારા દર વર્ષની માફક વાર્ષિક સાધારણ સભાની સાથે વિશેષ ગૌરવ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાષ્ટ્ર અને રાજાને ગૌરવ અપાવનાર વિશેષ પ્રતિભાઓને સન્માનિત કરવાની સાથે અકસ્માતે અવસાન પામનાર ખાતેદારના વારસદારને વિમા રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સહકાર ભાવનાથી કાર્ય કરવાની સાથે સાથે સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવતી વરાછાબેંક અન્ય સહકારી બેંકો માટે મોડેલરૂપ બની છે. જે ખૂબ જ ગૌરવની વાત છે. અદ્યતન ટેક્નોલોજી ‘સાથે બેંકિંગ સેવા પુરી પાડતી વરાછાબેંક હજુ ખૂબ સારી પ્રગતિ કરી સહકારી ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા અતિથી દિલીપભાઈ સંઘાણીએ પાઠવી હતી.
યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ વિશેષ પ્રતિભાઓનું સન્માન
ખાતર બનાવતી એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા IFFCO ના ડિરેક્ટર પદે નિમણુક પામનાર યુવા અગ્રણી ભાવેશભાઈ રાદડીયાનું વરાછાબેંક દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યુ હતું. આ સાથે યંગ એન્ટરપ્રિન્યોર તરીકે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝંપલાવી આજે એક સફળ બિઝનેસમેનનું ઉદાહરણ પુરૂ પાડનાર નારોલા ઈન્ફોટેક સોલ્યુશન્સના નિલેશભાઈ પાલડીયાને સન્માનિત કરી યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા મળી રહે તે માટેનો વરાછાબેંકે પ્રયારા કર્યો હતો.
આજના સમયમાં સફળ કારકિર્દી ઘડતર માટે વિધાર્થીઓ અનેક સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપે છે. પરંતુ ધાર્યું પરિણામ નહી મળતા તેઓ હતાશાની ગર્તામાં ધકેલાઈ જતા હોય છે. ત્યારે શારીરિક મર્યાદા હોવા છતાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) કલાસ-1 ની પરિક્ષા પાસ કરી અસિસ્ટન્ટ કમિશ્તર, GST બનેલ શ્રી વિવેકભાઈ ગજેરાનું વિશેષ સિદ્ધી સન્માન કરી વિદ્યાર્થીઓને મોટીવેશન પુરૂ પાડયુ હતુ. ચાર્ટર્ડ અકાઉટન્ટની પરિક્ષામાં ગુજરાતમાં પ્રથમ અને રાષ્ટ્ર કક્ષાએ તૃતીય ક્રમાંક મેળવનાર રાષ્ટ્ર અને રાજયનું ગૌરવ એવી CA સૃષ્ટિ કેંટુરમાઈ સંઘવી અને તેમના પરિવારનું જાહેર સન્માન કરી વરાછાબેંકે સામાજીક ઉતરદાયિત્વ નિભાવ્યું હતું. દેશની તમામ નારી શક્તિ માટે પ્રેરણારૂપ ઉદાહરણ એવી નયના વાઘજીભાઈ ધાનાણી કે જેમણે દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં દાખલ થઈ નોંધનીય કામગીરી થકી બઢતી મેળવી NSG કમાન્ડો તરીકેની આજે સેવા બજાવી રહી છે. ત્યારે આ નયના ધાનાણીનું વરાછાબેંકે વિશેષ સિદ્ધી સન્માન કરી તેમની રાષ્ટ્રામાવનાને બિરદાવી હતી.
અકસ્માત વિમા પોલિસી અંગે માહિતગાર કરવામાં આવ્યા
વિમા સેવામાં અગ્રેસર વરાછાબેંક દ્વારા ઈફકો-ટોકિયો જનરલ ઈન્સ્યોરન્સ કંપની સાથે ટાઈઅપ કરી ખાતેદારો માટે માત્ર રૂ. 1510 ના વાર્ષિક પ્રિમીયમમાં રૂ. 15 લાખની અકસ્માત વિમા પોલિસી બનાવવામાં આવી છે. જે પોલિસી અંતર્ગત ખાતેદાર જયંતિભાઈ ભાદાભાઈ સાવલીયાનું અવસાન થતા તેમના વારસદારને રૂ.15 લાખ અને વરાછાબેંકની ખાતદાર અકમાત વિમા પૉલિસી અંતર્ગત રૂ.1 લાખ મળી કુલ રૂ. 16 લાખની વિમા રકમનો ચેક આજરોજ તેમના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પોલિસી અંતર્ગત જ અન્ય એક ખાતેદાર વિનોદભઈ ભેંસાણીયાને અકસ્માત એક પગની કાયમી અપંગતા આવતા તેઓને પોલિસી અંતર્ગત કાયમી અપંગતા અને મેડિકલ ખર્ચના મળી કુલ રૂા.8,10,422 ની વિમા રકમનો ચેક અર્પણ કર્યો હતો.
સાધારણ સભામાં બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાનજીભાઈ ભાલાળાએ સ્વાગત પ્રવચનમાં તમામ મહેમાનઓનો પરિચય આપી શબ્દોથી આવકાર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, બેંકનું સ્વપ્ન એવું પોતાનું વહીવટી ભવન હવે માત્ર, થોડા સમયમાં જે નિર્માણ થઈ જશે. ત્યારે હાલમાં RBI તરફથી 2 નવી શાખાની પરવાનગી 2 અને લાયસન્સ મળતા એક શાખા બેંકના વહીવટી ભવન ખાતે અને બીજી શાખા કાસાનગર-કતારગામ ખાતે ગ્રાહકોને સેવા આપવા માટે કાર્યરત થશે. આ સાથે બેંકને મલ્ટી સ્ટેટ બેંકની મંજુરી મળી છે. જે બેંક માટે ખૂબ જ ગૌરવની વાત છે.
આજના પ્રસંગે બેંકના સ્થાપક ચેરમેન પી.બી. ટાંકેચા, ચેરમેન ભવાનભાઈ નવાપરા, વાઈસ ચેરમેન પ્રભુદાસભાઈ ટી. પટેલ સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો ઉપસ્થિત રહયા હતા. બેંકના જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણીએ અહેવાલ રજુ કર્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધી એમ.ડી.શ્રી જી.આર. આસોદરીયાએ કરી હતી. જયારે કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી જનરલ મેનેજર સુરેશભાઈ કાકડીયા અને આસી. જનરલ મેનેજર શૈલેષભાઈ ભુત દ્વારા કરવામાં આવ્યું હતું.