ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

વાપી: ચાલુ ટ્રેને ચઢવા જતા મુસાફર પડ્યો: પોલીસ જવાનની સમય સૂચકતાથી બચ્યો જીવ

Text To Speech
  • અચાનક સંતુલન ગુમાવી બેસતા યુવાન પ્લેટફોર્મની કિનારી પર પડી ગયો
  • ટ્રેન-પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ બચાવી લેવાયો
  • પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડાએ અભિનંદન પાઠવ્યા

વાપી, 4 ઓકટોબર, આપણે જીવનના અમુક તબક્કે ચોક્કસપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ. રેલવેને દેશની લાઈફલાઈન માનવામાં આવે છે. કારણ કે દરરોજ કરોડો નાગરિકો તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. તે જ સમયે, કેટલાક લોકો ઘણી વખત ટ્રેનમાં ચડતી વખતે ઢયાં રાખવું જરૂરી છે નહિ તો કોઈ મુસકેલી ઊભી થઈ શકે છે. એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે ગઇકાલે સાંજે ચાલુ ટ્રેને ચઢવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો. પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલાં જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ આજે તા.૩જી ઓકટોબરે સાંજે પોણા પાંચ વાગ્યે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઉભા હતા તે દરમિયાન દહાણુ વડોદરા એકસપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચઢવા ગતા હતા. અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ જગુભાઈએ સમયસૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો. આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો…અમદાવાદમાં બજરંગ દળ સક્રિય, નવરાત્રિમાં મહિલાઓ માટે લોન્ચ કરી ‘મેરા ભાઈ’ હેલ્પલાઈન

Back to top button