ગુજરાતટ્રાવેલ

વાપી-ડીસા વચ્ચે ચાલતી બસનું ચંડીસર પાસે અકસ્માત

Text To Speech

પાલનપુર, ડીસા -પાલનપુર હાઈવે પર આવેલા ચંડીસર ગામ નજીક બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત ની ઘટના સર્જાઇ હતી.આ અકસ્માતમાં બસમાં બેઠેલા મુસાફરો પૈકી બે મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

પાલનપુર તાલુકાના ચંડીસર ગામ નજીક ડીસા હાઈવે પર વાપી થી ડીસા જતી બસ અને પતરાં ભરેલા એક ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રેલરમાં ભરેલા પતરા બસમાં ઘૂસી ગયા હતા. જોકે ધડાકા સાથે થયેલા અકસ્માતના પગલે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકીના બે મુસાફરોને ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button