વંદે ભારત ટ્રેનના કેસરીયા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણે આપી માહિતી
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે Chennai ખાતે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ની મુલાકાત લીધી અને આ પ્લાન્ટમાં વંદે ભારત ટ્રેનોની ઉત્પાદન પ્રવૃત્તિ વિશે માહિતી લીધી હતી. વૈષ્ણવની સાથે ICFના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. વૈષ્ણવે નવી પેઢીની અત્યાધુનિક હાઇ-સ્પીડ વંદે ભારત ટ્રેનના નિર્માણની માહિતી લેવા સાથે કેમ્પસની પણ મુલાકાત લીધી હતી.
Inspected Vande Bharat train production at ICF, Chennai. pic.twitter.com/9RXmL5q9zR
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2023
શું કહ્યું રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે?
વૈષ્ણવે ફેક્ટરીની તેમની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું કે, “ચેન્નાઈ ખાતે ICFમાં વંદે ભારત ટ્રેનના ઉત્પાદનનું નિરીક્ષણ કર્યું.” ICFના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાત કરવા ઉપરાંત રેલ્વે મંત્રીએ તેમની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. વૈષ્ણવે અગાઉ એક વિશેષ ટ્રેનનું અનાવરણ કર્યું, જે સમગ્ર દેશમાં હેરિટેજ સ્થળોને જોડતા રૂટ પર દોડાવવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે કેસરી રંગમા રંગાશે
નિરીક્ષણ પછી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્વદેશી ટ્રેનના 28મા રેંકનો નવો રંગ “ભારતીય ત્રિરંગાથી પ્રેરિત” છે. તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેનોમાં 25 સુધારા કરવામાં આવ્યા છે. વૈષ્ણવે કહ્યું, “તે ભારતમાં અમારા પોતાના એન્જિનિયરો અને ટેકનિશિયન દ્વારા મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી વંદે ભારતની કામગીરી દરમિયાન અમને એસી, શૌચાલય વગેરે વિશે ફિલ્ડ યુનિટ્સ તરફથી જે કંઈ પ્રતિસાદ મળી રહ્યો છે તે તમામ સુધારાઓનો ઉપયોગ ટ્રેનના નિર્માણમાં કરવામાં આવી રહ્યો છે.” મહત્વનું છે કે આ કલર કેસરી હોવાનું સામે આવ્યુ છે.
પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન ICF માં જ તૈયાર થઈ
પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન 2018-19માં ICF ફેક્ટરીમાં જ તૈયાર થઈ હતી. આ ફાસ્ટ સ્પીડ ટ્રેન હવે દેશના તમામ ભાગોમાં દોડવા લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો (ગોરખપુર-લખનૌ અને જોધપુર-સાબરમતી)ના બે નવા અને અપગ્રેડેડ વર્ઝનને લીલી ઝંડી બતાવી હતી.
આ પણ વાંચો: વંદે ભારત સહિત તમામ એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% ઘટાડો થવાની શક્યતા