નેશનલ

વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર દોડશે વંદે ભારત ટ્રેન, જાણો કેવી છે તૈયારી

વંદે ભારત ટ્રેન આ વર્ષના અંત સુધીમાં અને જાન્યુઆરી 2024 સુધીમાં જમ્મુ અને શ્રીનગર રૂટ પર દોડવાનું શરૂ કરશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટ (USBRL) તૈયાર થયા બાદ વંદે ભારત મેટ્રો ટ્રેન દોડવાનું શરૂ કરશે. રેલ્વે મંત્રીએ રેલવે ટ્રેક પર દોડતી ટ્રોલીમાં બેસીને ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલનું નિરીક્ષણ કર્યું.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “હા, એવી પૂરી શક્યતા છે કે વંદે ભારત પ્રથમ વખત ટ્રેક પર દોડશે.” રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ પૂર્ણ થયા બાદ જમ્મુ અને શ્રીનગર વચ્ચે મુસાફરીનો સમય ઘટીને 3.30 કલાકનો સમયનો થઇ જશે. તેમણે કહ્યું કે વંદે ભારત મેટ્રો ટ્રેન પણ કેન્દ્રશાસિત પ્રદેશના બે શહેરો વચ્ચે દોડશે. સવારે જમ્મુથી શ્રીનગર અને સાંજે શ્રીનગરથી જમ્મુ માટે ટ્રેનો દોડશે.

આ પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોની પહેલી પસંદ, વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ પણ કરી માગ

આજનો દિવસ ભારત માટે ગર્વનો દિવસ 

કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું કે આજનો દિવસ દેશના નાગરિકો માટે ગર્વનો દિવસ છે. રેલવે લિંક પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં અથવા જાન્યુઆરી 2024માં પૂર્ણ થશે. PM મોદી વડાપ્રધાન બન્યા પછી, આ પ્રોજેક્ટ રાષ્ટ્રના હિતમાં લાવવામાં આવ્યો હતો અને તેના બજેટમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષના બજેટમાં પ્રોજેક્ટ માટે 6 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અંજી ખાડ પર બની રહેલો બ્રિજ પણ આ પ્રોજેક્ટમાં મહત્વનો છે.

આર્ચ બ્રિજ એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો 

રેલવે મંત્રીએ કહ્યું, ‘જમ્મુ-શ્રીનગર રેલ કનેક્ટિવિટી ડિસેમ્બર 2023 અથવા જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.’ વધુમાં રેલવેમંત્રીએ કહ્યું કે ભૂકંપમાં અતિસંવેદનશીલ વિસ્તારમાં બલાવેલ આ બ્રિજમાં 28000 મેટ્રિક તેન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યા છે. આર્ક બ્રિજની ઊંચાઈ પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર વધારે છે. કમાન બ્રિજ 1400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પુલની ઊંચાઈ 359 મીટર (1178 ફૂટ) છે અને તેની લંબાઈ 1315 મીટર છે.

આ પણ વાંચો : ભાજપના સાંસદે રેલવેમંત્રીને લખ્યો પત્ર, સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ

ટ્રેક નાખવાનું કામ પૂર્ણ

પહાડી વિસ્તારોમાં બનેલા રેલવે ટ્રેક અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અંગે રેલવે મંત્રીએ કહ્યું કે રેલવે કર્મચારીઓ માટે જમ્મુમાં એક વિશેષ તાલીમ એકેડમીની સ્થાપના કરવામાં આવશે. ચિનાબ પર બનેલા સૌથી ઉંચા પુલ અંગે તેમણે કહ્યું કે રેલવે ટ્રેક નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે વીજળીકરણનું કામ શરૂ થશે.

આ પણ વાંચો : વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડશે, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત

આ પુલનું નિર્માણ કાર્ય વર્ષ 2004માં શરૂ થયેલ 

ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટની લંબાઈ 272 કિમી છે. કટરાથી બનિહાલનું અંતર 111 કિલોમીટર છે. ચેનાબ નદી પર પુલ બનાવવાનું કામ વર્ષ 2004માં શરૂ કરવામાં આવ્યું હતું. પુલ સુધી પહોંચવા માટે ઘણા ગામડાઓમાંથી એપ્રોચ રોડ કાઢવામાં આવ્યો હતો, જેથી મશીનરી સુધી પહોંચવામાં સરળતા રહે છે. આ પુલનું નિર્માણ અફકાન્સ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચેનાબ નદી પરના પુલની મુખ્ય કમાન પહેલેથી જ ઉમેરવામાં આવી છે. બંને છેડે કામ પણ ચાલુ છે

Back to top button