અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન: PM મોદી કરશે લોકાર્પણ; રેલવેનાં 85 કરોડનાં પ્રોજેક્ટનું લોકાર્પણ
અમદાવાદ 10 માર્ચ 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચ મંગળવારના રોજ વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. જે અંતર્ગત અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ભુજ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ (OSOP), ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT), ગુડ્સ શેડ, જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આમ કુલ મળીને 85 હજાર કરોડથી વધુ રકમનાં રેલ્વે પ્રોજેક્ટનું PM મોદી શિલાન્યાસ કરશે.
ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન
PM મોદી 12 માર્ચના રોજ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેન ભેટ આપવાના છે. તેમજ અમદાવાદનાં સાબરમતી ગાંધી આશ્રમનાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. તેમજ સવારે 10:30 વાગે પીએમ મોદી સાબરમતી ગાંધી આશ્રમ આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે. જેમાં પીએમનાં કાર્યક્રમને લઈને AMC અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને સોમવાર મોડી સાંજ સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.
“પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર” કરાશે નિર્માણ
અમદાવાદનાં ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર શર્મા આ વિષય પર મીડિયા સાથે વાતચીત કરતા જણાવે છે કે 31 જાન્યુઆરી 2024 સુધીમાં કુલ 82 જેટલી વંદે ભારત ટ્રેન સેવાઓ ભારતીય ચાલી રહી છે. આ તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો કુલ 24 રાજ્યો અને 256 શહેરોથી નીકળે છે. તેમણે જણાવ્યું હતું યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે તમામ સ્ટેશન ઉપર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે. જેનો મુખ્ય હેતુ યાત્રીઓને ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે અને સસ્તી દવાઓ મળી રહે તેમજ રોજગારીનાં નવા અવસર ઉભા કરવા અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટેના સાહસિકો માટે નવા રસ્તા તૈયાર કરવાનો છે.
1500 થી વધારે “વન સ્ટેશન વન પ્રોડક્ટ”ખોલાશે
રેલ્વે મેનેજર સુધીર શર્માએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રેલ મંત્રાલય દ્વારા ભારત સરકારના “વોકલ ફોર લોકલ” ના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને “પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો” નું નિર્માણ કરાશે. જેનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદન માટે બજાર ઊભી કરવાનો અને ગરીબીમાં જીવન ગુજારનારા સમાજના વર્ગો માટે આવક મેળવવાના વધુ અવસર મળે જેને ધ્યાનમાં રાખીને “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના લાગુ કરવામાં આવી છે. કુલ 1500 થી વધારે “વન સ્ટેશન વન પ્રોડક્ટ” ખોલવામાં આવશે. તેમજ રેલવે સ્ટેશન પર કુલ 222 નવા ગુડ્સ શેડની સ્થાપના કરવા માટેનું લક્ષ્ય નક્કી કરાયું છે. રેલ્વે લઈને વધુ સુંદર બનાવવા માટે દુનિયાની બીજી સૌથી મોટી 280 કરોડના ખર્ચે દિવાલ બનાવાશે. તેમજ રેલવે સ્ટેશનમાં કેપ્શનની કેપેસિટી વધારવા માટે કુલ 1361 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તમામ રેલ્વેમાં ખાલી પડેલી જગ્યા ઉપર “સૌર ઊર્જા સ્ટેશન” નું નિર્માણ કરવામાં આવશે. જેમાં એક વર્ષમાં 975 સ્ટેશનો તૈયાર કરવાનું લક્ષ્ય રખાયું છે. જેના કારણે ભવિષ્યમાં 100% ગાડીઓ ઈલેક્ટ્રીકના માધ્યમથી ચાલે તેવું આયોજન કરાશે. મુસાફરીનો સમય ઘટાડવા માટે કરોડોના ખર્ચે બનેલી નવી રેલ લાઈનોનું પણ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ માટે 12 માર્ચે વંદે ભારત ટ્રેનનું પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાશે તે માત્ર 5 કલાક જેટલા ઝડપી સમયમાં અમદાવાદથી મુંબઈનું અંતર કાપશે. આ રીતે 12 માર્ચે વડાપ્રધાન મોદી માત્ર રેલ્વેના જ કુલ 85 હજારથી વધુ કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે. જેનો મુખ્ય હેતુ રેલવેની સુવિધાઓને વધુ સુંદર, વધુ આધુનિક, અને વધુ ઝડપી બનાવવાનો છે.
આ પણ વાંચો : અમદાવાદઃ 11 લાખનાં ઘરેણાંની લૂંટ કરનારા ત્રણ આરોપી ઝડપાયા