ટોપ ન્યૂઝનેશનલ

વંદે ભારત ટ્રેનને લાગી નજર !, ત્રણ દિવસમાં ત્રીજી વખત અટકી, પેસેન્જરોને ટ્રાન્સફર કરવા પડ્યા

Text To Speech

દિલ્હી-હાવડા ટ્રેક પર દિલ્હી થી બનારસ જતી વંદે ભારત એક્સપ્રેસનું વ્હીલમાં ખામી સર્જાય જેના કારણે સવારે લગભગ 7 વાગે વૈર-દાનકૌર સ્ટેશનો વચ્ચે ટ્રેન રોકાઈ ગઈ હતી. લગભગ 5 કલાક સુધી વ્હીલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ટ્રેનને કોઈક રીતે ખુર્જા જંકશન સુધી લાવવામાં આવી છે. ત્યાં ટેકનિકલ ટીમના અધિકારીઓ વાહનની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ત્રણ જ દિવસમાં સતત ત્રીજીવાર વંદે ભારત ટ્રેન વિવાદમાં આવી છે.

ટ્રેક્શન મોટર બેરિંગ ફોલ્ટ

ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર વારાણસી જતી વંદે ભારત ટ્રેન નંબર 22436 સવારે 6 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી નીકળી હતી. દાનકૌર અને વૈર રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનના કોચ નંબર C-8 સાથે ફીટ કરાયેલ ટ્રેક્શન મોટરના બેરિંગ્સમાં કેટલીક ખામી સર્જાઈ હતી. જેના કારણે ટ્રેનના પૈડા જામ થઈ ગયા હતા. માહિતી મળતાની સાથે જ એડીઆરએમ અને તેમની ટીમને જૂની દિલ્હી રેલવે સ્ટેશનથી સ્થળ પર રવાના કરવામાં આવી હતી. તેમની ટીમે ટ્રેનની તપાસ કરી હતી. રેલવેની એનસીઆર ટીમની મદદથી બેરિંગને જામમુક્ત કરવામાં આવ્યું હતું. આ પછી, માત્ર 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનને ખુર્જા રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવી. આ દરમિયાન દિલ્હીથી બીજી ટ્રેન ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

Hum Dekhenege Vande Bharat Train Down

આ પણ વાંચો : રખડતા ઢોરોએ તો ભારે કરી, સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને નડ્યો અકસ્માત

શું આવી તકલીફ ?

ખુર્જા જંકશનના એસએસ ઘનશ્યામ દાસ મીણાએ જણાવ્યું હતું કે, “વંદે ભારત એક્સપ્રેસ (22436) છેલ્લા 5 કલાકથી વ્હીલ જામના કારણે વેર અને દનકૌર સ્ટેશન વચ્ચે ડાઉન ટ્રેક પર ઉભી છે. ટેકનિકલ ટીમના અધિકારીઓ ટ્રેનની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમનું કહેવું છે કે, ટ્રેનને રીપેર કરવામાં સમય લાગી શકે છે. તમામ પૈડા ચેક કરવામાં આવી રહ્યા છે. ટ્રેનના લોકો પાયલોટે કહ્યું, “અમે 20ની સ્પીડથી ટ્રેનને ખુર્જા સ્ટેશન સુધી લઈ જવાના છીએ. ત્યાં સુધી આવી ગયા છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. ટ્રેનમાં આ સમસ્યા બાદ કેટલાક મુસાફરોએ વિરોધ કર્યો હતો. બાદમાં તમામ લોકો બીજી કારમાં દિલ્હી જવા રવાના થયા હતા.

અન્ય ટ્રેન દ્વારા મુસાફરોને મોકલવામાં આવ્યા

રિપ્લેસમેન્ટ રેક સવારે 10:45 વાગ્યે દિલ્હીથી નીકળી હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને બીજી ટ્રેન દ્વારા આગળની મુસાફરી પર મોકલવામાં આવ્યા છે. રેલવેએ મુસાફરોને બીજી ટ્રેનમાં શિફ્ટ કરવા બદલ બદલી ટ્રેન સાથે વરિષ્ઠ અધિકારી (વાણિજ્ય અધિકારી)ને પણ મોકલ્યા છે. મુસાફરોને બીજી ટ્રેનમાં મોકલીને ક્ષતિગ્રસ્ત વંદે ભારત ટ્રેનને યાર્ડમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. યાર્ડમાં લાવીને ટ્રેનનું સમારકામ કરવામાં આવશે. આ સાથે ટેકનિકલ ખામી કયા કારણે આવી તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

ત્રણ દિવસમાં ત્રીજી ઘટના

નોંધનીય છેકે, છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો જેમાં શુક્રવારે આણંદ સ્ટેશન નજીક એક ગાયને અથડાઈ હતી. તેથી ટ્રેનની આગળની પેનલને નજીવું નુકસાન થયું છે. જ્યારે ગુરૂવારે અમદાવાદ ખાતે વટવા પાસે ભેંસો સાથે અકસ્માત થયો હતો. તેમાં નવી શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેને ચાર ભેંસોને ટક્કર મારી હતી અને તેના એન્જીનનો આગળનો ભાગ બદલવો પડ્યો હતો. તે રાતોરાત રીપેર કરી ફરી ટ્રેન ચલાવાઇ હતી.

Back to top button