વંદે ભારતને એકવાર ફરી નડ્યો અક્સ્માત, વલસાડ પાસે ગાય અથડાતા ટ્રેનને નુકસાન
વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. ત્યારે આ વખતે પણ ટ્રેન સાથે ગાય ટકરાતા અકસ્માત બન્યો હોવાની માહિતી મળી રહી છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ત્યારે ગાય અડફેટે આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. જેમાં આગળનો ભાગ તૂટી ગયો હોવાની માહિતી મળી રહી છે. આ સાથે એન્જીનની નીચેના ભાગને પણ નુકસાની પહોંચી છે.
વંદે ભારતને હવે વલસાડમાં નડ્યો અકસ્માત
વંદે ભારત ટ્રેનને ત્રીજી વખત અકસ્માત નડ્યો છે. ત્યારે પહેલી વાર મણિનગર સ્ટેશન પાસે ભેંસો આવી જતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ સમારકામ કરીને ગાડી પાટે દોડાવવામાં આવી હતી. જે બાદ તેના જ બીજા જ દિવસે કણજરી અને આણંદ સ્ટેશન વચ્ચે ગાય ટકરાતા ફરી અકસ્માતની ઘટના બની હતી. ત્યારે આજે ફરી એક વાર વંદે ભારત ગાય સાથે અથડાઈ છે. મળતી માહિતી મુજબ વલસાડ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં વંદે ભારત ટ્રેનને ફરી એકવાર અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે.
અમદાવાદમાં થયો હતો અકસ્માત
આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વંદે ભારત ટ્રેનનો અકસ્માત નડ્યો હતો. વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું. વંદેભારત ટ્રેન 180ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઇ રહી હતી. ત્યારે જ અમદાવાદનાં મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. ત્યારે આ ઘટના બાદ અધિકારઓએ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી.
આણંદમાં સર્જાયો હતો અકસ્માત
આ અકસ્માતના સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું હતું. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જોકે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું હતું.
આ પણ વાંચો: વંદે ભારત ટ્રેનને લાગી નજર !, ત્રણ દિવસમાં ત્રીજી વખત અટકી, પેસેન્જરોને ટ્રાન્સફર કરવા પડ્યા