ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વંદે ભારત ટ્રેનના કાચ તોડતો વીડિયો વાયરલ, જાણો શું છે આખી ઘટના?

  • ટ્રેનને પાટા પરથી ઉતારવાના ષડયંત્રના અનેક મામલામાં તપાસ શરૂ

HD ન્યૂઝ ડેસ્ક, 11 સપ્ટેમ્બર: ટ્રેનને પાટા પરથી ઉતારવાના ષડયંત્રના અનેક મામલામાં તપાસ ચાલી રહી છે. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ હથોડી વડે ટ્રેનના કાચ તોડી રહ્યો છે. એક તરફ જનતા વીડિયોમાં દેખાતા વ્યક્તિની ધરપકડની માંગ કરી રહી છે. સાથે જ એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે, આ કાચ બદલવાની પ્રક્રિયાનો એક ભાગ છે.

જુઓ અહીં આ વાયરલ વીડિયો:

વાયરલ વીડિયોમાં શું છે?

અંદાજે 14 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે, એક યુવક ઊભી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ત્યાં સુધી હથોડી મારી રહ્યો છે જ્યાં સુધી તિરાડ ન પડે. મળતી માહિતી મુજબ, આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ મામલો ક્યા રેલવે સ્ટેશનનો છે અને હથોડી વડે કાચ તોડવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું નામ શું છે. ઘણા યુઝર્સે આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.

ધરપકડની ઉઠી માંગ

વાયરલ પોસ્ટ પર એક વ્યક્તિએ લખ્યું કે, ‘તેની વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ અને તેને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ 10-15 વર્ષની જેલની સજા થવી જોઈએ.‘ અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘તેની બને તેટલી વહેલી ધરપકડ થવી જોઈએ.‘ ખાસ વાત એ છે કે, વંદે ભારત પર પથ્થરમારાના અનેક મામલા બહાર આવ્યા છે. હકીકતમાં, કાલિંદી એક્સપ્રેસ ટ્રેનને  પાટા પરથી ઉતારવા બદલ તેના માર્ગ પર એક ગેસ સિલિન્ડર પણ રાખવામાં આવ્યો હતો.

માહિતીની પુષ્ટિ કરવાની માંગ

 

એક સોશિયલ મીડિયા યુઝરે આ માહિતીની પુષ્ટિ કરવાની માંગ કરી છે. તેણે કહ્યું છે કે, ‘સર, કૃપા કરીને પોસ્ટ કરતા પહેલા માહિતીની પુષ્ટિ કરો. તૂટેલા કાચને બદલવાની પ્રક્રિયામાં એક આ પદ્ધતિ પણ છે.’ અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ‘ટ્રેન કોચ કેર સેન્ટરમાં છે, પ્લેટફોર્મ પર નહીં. તેને બદલવા માટે તે કાચ તોડી રહ્યો છે. તે કોન્ટ્રાક્ટરનો કર્મચારી છે, જેને બારીના કાચ બદલવાનું કામ આપવામાં આવ્યું છે.’

આ પણ જૂઓ: રીલ બનાવવાના ચક્કરમાં આખા પરિવારે ગુમાવ્યો જીવઃ જાણો સમગ્ર ઘટના

Back to top button