વંદે ભારત ટ્રેન પર ફરી હુમલો, સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ જઈ રહેલી ટ્રેન પર પથ્થરમારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસર પર તેલંગાણાના સિકંદરાબાદ અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. પરંતુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર તોફાની તત્વો દ્વારા વારંવાર પથ્થરમારો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈ કાલે વધુ એક વખત વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
વંદે ભારત ટ્રેન પર વધુ એક વખત પથ્થરમારો
મળતી માહિતી મુજબ તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાંથી પસાર થતી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચ પર ગઈ કાલે અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા..આ ઘટનાની જાણ પોલીસે થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતુ કે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ આ મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસે શરુ કરી તપાસ
વંદે ભારત ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ટ્રેન પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનાને કારણે ટ્રેનના કાચને નુકસાન થયું હતું. આ ઘટના અંગે પાલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે રેલવે પોલીસ આ મામલે તપાસ શરુ કરી છે.
અગાઉ વિશાખાપટ્ટનમમાં વંદે ભારત ટ્રેન પર કરાયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે અગાઉ આંધ્રના વિશાખાપટ્ટનમમાં પણ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામા આવ્યો હતો. આ ઘટના અંગે રેલવે પોલીસ ફોર્સ (RPF) એ ટ્રેન પર પથ્થરમારો કરનારા ત્રણ શકમંદોની ઓળખ કરી હતી. વંદે ભારત ટ્રેન પર તોફાની તત્વો દ્વારા હુમલો કરાતા ટ્રેનના બે કોચની બારીઓ તૂટી ગઈ હતી.
આ પણ વાંચો : #BreakingNews : હવે જંત્રીનો નવો દર આ તારીખથી થશે લાગુ, મુખ્યમંત્રીએ કર્યો મહત્વનો નિર્ણય