કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહુવામાં ASI સહિત 4 લોકો ACBના છટકામાં સપડાતાં ચકચાર, જાણો વિગત

ભાવનગર, તા. 29 માર્ચ, 2025ઃ  ગુજરાતમાં લાંચ લેવાનું પ્રમાણ વધી ગયું છે. રોજબરોજ એસીબી રાજ્યમાંથી કોઈને કોઈ વ્યક્તિને લાંચ લેતા ઝડપે છે. તેમ છતાં કેટલાક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ભાવનગરના મહુવામાં એએસઆઈ સહિત 4 લોકો લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.

ફરિયાદીએ એક ખાનગી બેંકમાંથી મોર્ગેજ લોન લીધી હતી.  તે લોન નાં હપ્તા નહી ભરી શકતાં બેંકમાંથી ફરિયાદી , તેમના પિતા અને કાકા એમ ત્રણેય જણા વિરુદ્ધ નોટિસ આવી હતી. તે નોટિસની એક નકલ પોલીસ સ્ટેશને પણ મોકલાવી હતી.   અશોક ભાઇ રામભાઇ ડેર ( ASI , મહુવા પોલીસ સ્ટેશન) એ ફરિયાદીને રૂબરૂ બોલાવી ઉપરોક્ત નોટિસ બતાવી તેઓનું વોરંટ નીકળેલ હોવાનું અને તાત્કાલિક હપ્તા નહીં ભરો તો ત્રણેય જણાને  અટક કરવા પડશે તેવી બીક બતાવી હતી.

વચેટીયા આરીફ નિસારભાઇ જમાણી મારફતે વચલો રસ્તો કાઢી આપવા પેટે શરૂઆતમાં રૂ.૫૦,૦૦૦ ની માંગણી કરી હતી.  રકઝકનાં અંતે રૂ.૨૫૦૦૦ની લાંચની માંગણી કરી હતી અને વાસીતળાવ પોલીસચોકીની બાજુમાં આવેલી ફર્નિચરની દુકાને પૈસા આપી દેવાનું જણાવ્યું હતું.

ફરિયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાંચનાં છટકા દરમિયાન યોગેશભાઇ વલ્લભભાઇ ગાંધીની ફર્નિચરની દુકાને લાંચનાં નાણાં આપવા તેણે પોતાના ફોનથી ASI અશોકભાઇ સાથે વાત કરી હતી. તેમજ ફરીયાદીને પણ વાત કરાવી હતી. યોગેશભાઇ વલ્લભભાઇ ગાંધીના કહેવાથી  ભદ્રસિંહ ભૂપતસીંહ રાઠોડ –  હોમગાર્ડ લાંચના નાણાં સ્વીકારતાં રંગેહાથ પકડાયા હતા.

ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝે મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે.  શુક્રવારે  નારોલ પોલીસ સ્ટેશનનો અનાર્મ હેડ કોન્સ્ટેબલ દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી લાંચ માગતો એસીબીના છટકામાં સપડાયો હતો. ગુરુવારે દહેગામમાં સસ્પેન્ડ કરવામાં આવેલો નાયબ મામલતદાર અને તેનો સાથી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. આ પહેલા મહીસાગરના કડાણા તાલુકામાં સરપંચ દિકરી વતી લાંચ માંગતો બાપ એસીબીના છટકામાં સપડાયો હતો. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદઃ નારોલમાં દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી લાંચ માગતો અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

Back to top button