દેશમાં કેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે? જાણો તેના તમામ રુટ
- વંદે ભારત ટ્રેન: PM નરેન્દ્ર મોદીએ મંગળવારે (27 જૂન) મધ્ય પ્રદેશમાં 5 નવી વંદે ભારત ટ્રેનની ખાસ ભેટ આપી છે. હવે ભારતમાં કુલ 23 વંદે ભારત ટ્રેનો દોડશે.
વંદે ભારત એક્સપ્રેસ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (27 જૂન) ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનોને એક જ દિવસે લીલી ઝંડી બતાવી હતી. હવે ભારતમાં કુલ 23 વંદે ભારત ટ્રેનો થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પર પાંચ ટ્રેનોને લીલી ઝંડી બતાવી, જેમાં પ્રથમનું નામ રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત ટ્રેન હતું. બીજી ટ્રેન ખજુરાહોથી ઈન્દોર થઈને ભોપાલ જશે. ત્રીજી ટ્રેન ગોવાના મડગાંવથી મુંબઈ વચ્ચે દોડશે. ચોથી વંદે ભારત ટ્રેન ધારવાડથી બેંગ્લોર સુધી ચાલશે, જ્યારે પાંચમી ટ્રેન ઝારખંડના હટિયાથી બિહારના પટના સુધી દોડશે.
દેશમાં વંદે ભારત ટ્રેનો કુલ 23 દોડતી થઈ, આ જગ્યાએ થી શરુ થાય છે વંદે ભારત ટ્રેન
- નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ: વંદે ભારત ટ્રેનનો પ્રથમ રૂટ નવી દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી છે, જે 759 કિલોમીટરને આવરી લે છે.
- નવી દિલ્હી – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા (જમ્મુ અને કાશ્મીર): આ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી સ્ટેશન અને માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચેના રૂટને આવરી લે છે, પહોંચવામાં આઠ કલાક લાગે છે. આ ટ્રેન મંગળવાર સિવાય છ દિવસ ચાલે છે.
- ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસઃ આ વંદે ભારત એક્સપ્રેસ પીએમ મોદીએ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ લોન્ચ કરી હતી. આ ટ્રેન રવિવાર સિવાય છ દિવસ ચાલે છે અને 522 કિમીનું અંતર કાપે છે.
- નવી દિલ્હી-અંદૌરા હિમાચલ પ્રદેશઃ આ ટ્રેન શુક્રવાર સિવાય છ દિવસ ચાલે છે. ટ્રેન નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી અંબ અંદૌરા પહોંચે છે.
- ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન બુધવાર સિવાય છ દિવસ ચાલે છે. ટ્રેન ચેન્નાઈથી 401 કિલોમીટરનું અંતર કાપીને મૈસુર જંક્શન પહોંચે છે.
- નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન નાગપુર અને છત્તીસગઢના બિલાસપુર વચ્ચે ચાલે છે. આ ટ્રેન શનિવાર સિવાય છ દિવસ ચાલે છે.
- હાવડા – નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન બુધવાર સિવાય છ દિવસ ચાલે છે. ટ્રેન હાવડા જંક્શનથી ન્યૂ જલપાઈગુડી પહોંચે છે અને સાત કલાક અને ત્રીસ મિનિટમાં 454 કિલોમીટરનું અંતર કાપે છે.
- સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદ અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે ચાલે છે. આ ટ્રેન રવિવાર સિવાય છ દિવસ ચાલે છે.
- મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન સોલાપુર અને મુંબઈ વચ્ચે ચાલે છે અને 6 કલાકમાં અંતર કાપે છે.
- મુંબઈ- શિરડી વંદે ભારત એક્સપ્રેસઃ આ વંદે ભારત ટ્રેન મુંબઈ સીએસટી સ્ટેશન અને સાઈનગર શિરડી વચ્ચે દોડે છે, પાંચ કલાક અને 20 મિનિટમાં અંતર કાપે છે.
- હઝરત નિઝામુદ્દીન-કમલાપતિ સ્ટેશન વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન 7 કલાક 45 મિનિટમાં 700 કિલોમીટરનું અંતર કાપે છે અને શનિવાર સિવાય છ દિવસ ચાલે છે.
- સિકંદરાબાદ – તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન 8 કલાક 30 મિનિટમાં 660 કિલોમીટરનું અંતર કાપે છે.
- ચેન્નાઈ – કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચે ચાલે છે અને 495 કિલોમીટરનું અંતર કાપે છે.
- અજમેર – દિલ્હી કેન્ટ વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન પાંચ કલાકમાં 454 કિલોમીટરનું અંતર કાપે છે.
- તિરુવનંતપુરમ-કસરાગોડ વંદે ભારત એક્સપ્રેસ: કેરળને ગયા મહિને જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, જે તિરુવનંતપુરમને કસરાગોડથી જોડે છે. આ ટ્રેન ગુરુવાર સિવાય છ દિવસ ચાલે છે.
- પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન પુરીથી ઓડિશાના હાવડા સુધી દોડશે અને 502 કિલોમીટરનું અંતર 6 કલાક 40 મિનિટમાં કાપશે.
- દેહરાદૂન-દિલ્હી આનંદ વિહાર ટર્મિનસ વંદે ભારત એક્સપ્રેસ- ઉત્તરાખંડની પ્રથમ વંદે ભારત ટ્રેન 25 મેના રોજ ચલાવવામાં આવી હતી જે દિલ્હી અને દેહરાદૂનને જોડે છે.
- ગુવાહાટી- નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસઃ આ વંદે ભારત ટ્રેન 29 મેના રોજ લોન્ચ કરવામાં આવી હતી.
- રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત ટ્રેનઃ આ ટ્રેન ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી જબલપુર સુધી ચાલશે.
- ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેનઃ આ ટ્રેન ખજુરાહોથી ઈન્દોર થઈને ભોપાલ સુધી દોડશે.
- મુંબઈ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન ગોવાના મડગાંવથી મુંબઈ વચ્ચે દોડશે.
- ધારવાડ – બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન ધારવાડથી બેંગલુરુ વચ્ચે દોડશે.
- હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસઃ આ ટ્રેન ઝારખંડના હટિયાથી બિહારના પટના વચ્ચે દોડશે.
આમ ભારતમાં અત્યાર સુધી કુલ 23 વંદે ભારત ટ્રેન દોડતી કરાઈ છે, ઉલ્લેખનીય છે કે PM મોદીએ આજે મધ્ય પ્રદેશમાં એક સાથે 5 વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ચાલુ ફરજે PSIને હાર્ટ એટેક આવતા મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ