ગુજરાતટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

180 કિમીની ઝડપે દોડી વંદે ભારત એક્સપ્રેસ, જુઓ વીડિયો

Text To Speech

ભારતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રનમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી હતી. ટ્વિટર પર આ માહિતી આપતાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત-2ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગદા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 kmphની ઝડપે શરૂ થઈ. રેલ્વે મંત્રીએ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈસ્પીડ ટ્રેનમાં કાચના ગ્લાસમાં પાણી મુકવામાં આવ્યું છે, હાઈ સ્પીડ હોવા છતાં કાચના ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ પડતું નથી જે આશ્ચર્યજનક છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવાશે

દેશમાં હાલમાં બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે ચલાવવામાં આવી હતી. આ પછી નવી દિલ્હીથી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેન પણ દોડાવવામાં આવી હતી. હવે ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનને મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડાવાશે.

વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ

નવી દિલ્હીથી વારાણસી અને નવી દિલ્હી-કટરા વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં GPS આધારિત માહિતી પ્રણાલી, CCTV કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે.

Back to top button