ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરામાં ગરમીના કારણે વીજ માગ વધી ત્યારે વણાકબોરીનું 210 મેગાવોટનું એકમ ઠપ

  • રાજ્યમાં ઉષ્ણતામાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો
  • સિઝનની સર્વોચ્ચ વીજ માગ 24675 મે.વો. નોંધાઇ હતી
  • ગેસ આધારિત ત્રણ મથકોની ક્ષમતા 586 મે.વો.ની છે

વડોદરામાં ગરમીના કારણે વીજ માગ વધી ત્યારે વણાકબોરીનું 210 મેગાવોટનું એકમ ઠપ થયુ છે. જેમાં સિઝનની સર્વોચ્ચ વીજ માગ 24675 મે.વો. નોંધાઇ હતી. ત્યારે વણાકબોરીના ઠપ થયેલા વીજ મથકને પુનઃ કાર્યરત કરતાં એક મહિનો લાગશે. તથા ઉકાઇ સહિતના વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા હાલ 4500 મે.વો.ની ગણાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હવે ડુંગળી અને બટાકાના ભાવમાં થયો વધારો, ગરીબોની કસ્તૂરી મોંઘી થઇ 

રાજ્યમાં ઉષ્ણતામાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો

રાજ્યમાં ઉષ્ણતામાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે હીટવેવના પગલે વીજ માગ પણ એકધારી વધી રહી છે. ચાલુ સિઝનની સર્વોચ્ચ વીજ માગ 24675 મે.વો.નોંધાઇ હતી. એક તરફ વીજ માગ વધી રહી છે ત્યારે વણાકબોરી ખાતેનું 210 મે.વો.નું એક વીજ મથક ઠપ થઇ ગયું છે. જે આગામી એક મહિના સુધી બંધ રહે તેવી સ્થિતિ છે, જેના પગલે હવે ધુવારણ ખાતે ગેસ આધારિત વીજ મથકો સ્થાપવામાં આવ્યા છે તેમાંથી પુનઃ વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જીસેકના સિક્કા, પાનન્ધ્રો, ઉકાઇ સહિતના વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા હાલ 4500 મે.વો.ની ગણાય છે.

ગેસ આધારિત ત્રણ મથકોની ક્ષમતા 586 મે.વો.ની છે

વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ વણાકબોરી ખાતે 10 દિવસ પહેલાં જ 210 મે.વો.નું 2 નંબરનું એકમ ટર્બાઇન બ્લેડ તૂટી જતાં ઠપ થઇ જવા પામ્યું છે. વીજ મથક માટે ટર્બાઇન બ્લેડ એક મહત્વનો પાર્ટ હોય છે, ત્યારે હવે આ એકમનું સમગ્ર ટર્બાઇન ખોલવું પડશે અને નવી બ્લેડ નાંખવાની કાર્યવાહી કરવી પડશે. વણાકબોરી ખાતે 210 મે.વો.ના સાત એકમ અને 800 મે.વો.નું સુપર ક્રિટિકલ યુનિટ મળીને કુલ 2270 મે.વો.ની ઉત્પાદન ક્ષમતા છે. વણાકબોરીમાં સાત થર્મલ પાવર સ્ટેશન છે તેમાંથી 6 મથકો તો 1980ના દાયકામાં કાર્યરત કરાયા હતા. જ્યારે એક એકમ 1998માં સ્થપાયું હતું. 800 મે.વો.નું સુપર ક્રિટિકલ એકમ 2019માં કાર્યાન્વિત થયું છે.આમ 1980ના દાયકાના જુના વીજ મથકોમાંથી વીજ ઉત્પાદન મેળવવાની કપરી કાર્યવાહી હાલમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ઇજનેરો કરી રહ્યા છે. જુની યંત્ર સામગ્રીને વખતોવખત સુધારીને મહત્તમ વીજ ઉત્પાદન મેળવવા માટે કાર્યવાહી થઇ રહી છે. ધુવારણ ખાતે ગેસ આધારિત કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્રોજેક્ટમાં કુદરતી ગેસ અને આરએનએલજીનો ઉપયોગ વીજ ઉત્પાદન માટે થાય છે. ગેસ આધારિત ત્રણ મથકોની ક્ષમતા 586 મે.વો.ની છે.

Back to top button